પોરબંદર, 9 જૂન (હિ.સ.) : ગુજરાતના દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટ મળી આવાનો શીલશીલો જોવા મળી રહ્યો છે બે દિવસ પૂર્વે ઓડદરના દરિયા કિનારેથી પોરબંદર એસઓજીને ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા હતા, જેને લઇ પોલીસ તપાસ કરી રહી હતી તે દરમ્યાન આજે શનિવારે બપોરના સમયે એસઓજીની ટીમ દરિયા કિનારે પેટ્રોલીગ કરી રહી હતી તે દરમ્યાન નવી બંદરના દરિયાની રેતીમાંથી ચરસનુ એક પેકેટ મળી આવ્યુ હતુ.
પોલીસે આ પેકેટ કબ્જે કરી અને તપાસ શરૂ કરી છે હાલ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે દરિયા કિનારે નશીલા પદાર્થના પેકેટ તણાય આવાની ઘટના બની રહી છે. ભુતકાળમાં પોરબંદર સહિતના દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટ મળી આવાની ઘટના બની છે. છેલ્લા કેટલાક દિવસોથી ફરી દરિયા કિનારે નશીલા પદાર્થના પેકેટ મળી આવે છે અરબી સમુદ્રમાં નશીલા પદાર્થનો મોટો સુરક્ષા એજન્સી દ્રારા ઝડપી લેવામા
આવે છે. ત્યારે દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટ દ્રારા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya