રણવીર સિંહે 4.5 કરોડ રૂપિયાની, નવી ઇલેક્ટ્રિક કાર ખરીદી
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) બોલીવુડ સેલેબ્સ માટે લક્ઝરી કાર રાખવી સામાન્ય વાત છે, પરંતુ ઇલેક્ટ્રિક કારની યાદીમાં હજુ પણ થોડા જ નામો શામેલ છે. હવે રણવીર સિંહનું નામ પણ આ ખાસ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. રણવીર સિંહે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો,
કાર


નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.) બોલીવુડ સેલેબ્સ માટે લક્ઝરી કાર રાખવી સામાન્ય વાત છે, પરંતુ ઇલેક્ટ્રિક કારની યાદીમાં હજુ પણ થોડા જ નામો શામેલ છે. હવે રણવીર સિંહનું નામ પણ આ ખાસ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. રણવીર સિંહે તાજેતરમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો, અને આ પ્રસંગે તેણે પોતાને એક ખાસ ભેટ આપી. રણવીરની નવી ઇલેક્ટ્રિક રાઇડ ફક્ત સ્ટાઇલિશ જ નથી, પરંતુ પર્યાવરણની દ્રષ્ટિએ પણ એક પ્રશંસનીય પગલું માનવામાં આવે છે.

રણવીર સિંહે તાજેતરમાં જ પોતાના કાર કલેક્શનમાં બીજું એક મોટું નામ ઉમેર્યું છે, હમર ઈવી 3એક્સ. આ એક ઇલેક્ટ્રિક કાર છે, જેની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા છે. ખાસ વાત એ છે કે રણવીર આ ઇલેક્ટ્રિક હમર ખરીદનાર પ્રથમ બોલિવૂડ સેલિબ્રિટી બન્યો છે. રણવીર પાસે પહેલાથી જ રેન્જ રોવર, લેમ્બોર્ગિની, મર્સિડીઝ અને જગુઆર જેવી લક્ઝરી કાર છે. હવે આ શક્તિશાળી અને ઇકો-ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક હમરએ તેના કલેક્શનને વધુ ખાસ બનાવ્યું છે.

આ દરમિયાન, રણવીર સિંહ તેની આગામી ફિલ્મ 'ધુરંદર' માટે સમાચારમાં છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જેણે દર્શકોમાં ભારે ઉત્સાહ પેદા કર્યો છે. આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે, જેમાં રણવીર એક અનોખા અવતારમાં જોવા મળશે જે દર્શકોએ પહેલાં ક્યારેય જોયો નથી. ટીઝરમાં જ તેના લુક અને સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચ્યું છે. રણવીરની સાથે સારા અર્જુન, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન જેવા દમદાર કલાકારો પણ ફિલ્મમાં જોવા મળશે, જે તેને વધુ ખાસ બનાવી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande