ઢાકા, નવી દિલ્હી, 11 જુલાઈ
(હિ.સ.) બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના, બીજા એક નજીકના સાથી પર
વચગાળાની સરકારે સકંજો કડક કરી દીધો છે. દેશના અગ્રણી અર્થશાસ્ત્રી અને જનતા
બેંકના ભૂતપૂર્વ પ્રમુખ પ્રો. અબુલ બરકતની, ગુરુવારે મોડી રાત્રે ઢાકા પોલીસે
ધરપકડ કરી હતી. તેમને એનોનોટેક્સ ગ્રુપ સાથે સંબંધિત 297 કરોડ રૂપિયાના ટાકાના
ઉચાપતના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
આજે સવારે ઢાકા ટ્રિબ્યુન અખબારમાં પ્રકાશિત થયેલા સમાચાર
અનુસાર,”સંયુક્ત કમિશનર
નસીરુલ ઇસ્લામે આ વાતની પુષ્ટિ કરી છે.” તેમણે કહ્યું કે,” ઢાકા મેટ્રોપોલિટન
ડિટેક્ટીવ બ્રાન્ચે, ગુરુવારે રાત્રે લગભગ 11:3૦ વાગ્યે ધનમોન્ડી-2 થી બરકતની
અટકાયત કરી હતી. ભ્રષ્ટાચાર વિરોધી પંચે 2૦ ફેબ્રુઆરીએ એનોનોટેક્સ ગ્રુપ હેઠળની 22
સંસ્થાઓને, ગેરકાયદેસર લોન આપવા બદલ બરકત અને અન્ય 22 લોકો સામે કેસ નોંધ્યો હતો.”
બરકત પર બાંગ્લાદેશ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અતીઉર રહેમાન
અને અન્ય લોકો સાથે મળીને, ભંડોળનું વિતરણ કરવા માટે દસ્તાવેજો બનાવટી બનાવવાનો
આરોપ છે. કમિશનનો દાવો છે કે,” આનાથી સરકારી તિજોરીને ભારે નુકસાન થયું. પ્રોફેસર
બરકત, ઢાકા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગના વડા અને બાંગ્લાદેશ અર્થશાસ્ત્ર
સંગઠનના પ્રમુખ હતા. તેમને અવામી લીગ સરકારે જનતા બેંકના ચેરમેન તરીકે નિયુક્ત
કર્યા હતા.”
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ