આજે દેશભરમાં 47 સ્થળોએ 16મો રોજગાર મેળો, પ્રધાનમંત્રી મોદી 51,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે
નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.). આજે દેશભરમાં 47 સ્થળોએ 16મો રોજગાર મેળો યોજાશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલય (પીઆઈબી) દ્વારા રોજગાર મેળાની પૂર
રોજગાર મેળો


નવી દિલ્હી, 12 જુલાઈ (હિ.સ.). આજે દેશભરમાં 47 સ્થળોએ 16મો રોજગાર મેળો યોજાશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. ભારત સરકારના પ્રેસ અને માહિતી કાર્યાલય (પીઆઈબી) દ્વારા રોજગાર મેળાની પૂર્વસંધ્યાએ જારી કરાયેલ એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી હતી. આ સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ, તેના એક્સ હેન્ડલ પર પ્રધાનમંત્રી મોદીના આજના કાર્યક્રમનું ચિત્રાત્મક સંક્ષિપ્ત વર્ણન પણ શેર કર્યું છે.

પીઆઈબી ના પ્રકાશન અનુસાર, પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને સંબોધિત કરશે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ આ રોજગાર મેળો એક મોટી પહેલ છે.

આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે, આ રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અત્યાર સુધીમાં, દેશભરમાં રોજગાર મેળાઓ દ્વારા 10 લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે. 16મો રોજગાર મેળો આજે દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. આ નિમણૂકો કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કરવામાં આવી છે. નવા કર્મચારીઓ રેલ્વે મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, શ્રમ અને રોજગાર મંત્રાલય સહિત અન્ય વિભાગો અને મંત્રાલયોનો ભાગ હશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande