માળીયામાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાયો
માળીયા, 12 જુલાઈ (હિ.સ.) માળીયા વિધાનસભા વિસ્તારમાં ચૂંટાયેલા સરપંચનો સન્માન કાર્યક્રમ માળીયા લોહાણા મહાજનવાડી ખાતે તાલુકા ભાજપ દ્વારા યોજાયો હતો. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ દ
માળીયામાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન કાર્યક્રમ યોજાયો


માળીયા, 12 જુલાઈ (હિ.સ.) માળીયા વિધાનસભા વિસ્તારમાં ચૂંટાયેલા સરપંચનો સન્માન કાર્યક્રમ માળીયા લોહાણા મહાજનવાડી ખાતે તાલુકા ભાજપ દ્વારા યોજાયો હતો. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ જિલ્લા પંચાયતના કારોબારી સિસોદિયા પ્રદેશ ભાજપ પ્રશાંતભાઈ વાળા તાલુકા ભરના ભાજપના આગેવાનો અને કાર્યકરો તાલુકા પંચાયતના સભ્યો કાર્યકરો હાજર રહ્યા હતા અને આગેવાનો દ્વારા ચૂંટાયેલા તમામ સરપંચોનું પુષ્પ ગંજ અને હાર તોલા થી સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande