સોમનાથ મંદિર સલામતી અધિકારી સુરૂભા જાડેજા નો 12 જુલાઈ જન્મદિવસ
ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.) વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના યશસ્વી સલામતી અધિકારી સુરૂભા જાડેજા નો 12 જુલાઈએ જન્મદિવસ આવી રહ્યો છે. તારીખ 12 -7 -1963 ના રોજ ધોરાજી પાસે આવેલ નાની મારડ ગામમાં જન્મેલા તેઓ 1980 થી સોમનાથ ટ્રસ્ટમાં કાર્યરત છે.
સોમનાથ મંદિર સલામતી અધિકારી

ગીર સોમનાથ 12 જુલાઈ (હિ.સ.) વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના યશસ્વી સલામતી અધિકારી સુરૂભા જાડેજા નો 12 જુલાઈએ જન્મદિવસ આવી રહ્યો છે. તારીખ 12 -7 -1963 ના રોજ ધોરાજી પાસે આવેલ નાની મારડ ગામમાં જન્મેલા તેઓ 1980 થી સોમનાથ ટ્રસ્ટમાં કાર્યરત છે.

પૂર્વ હોમગાર્ડ કમાન્ડર તરીકે તેઓની વયમર્યાદા પૂર્ણ થયા છતાં રાજ્ય સરકારે તેઓની સારી કામગીરી જોઈ ત્રણ-ત્રણ વખત એક્સટેન્શન આપેલ તદુપરાંત રાષ્ટ્રપતિ એવોર્ડ અને રાજ્યના મુખ્યમંત્રીનો એવોર્ડ તેઓને મળેલા છે. અમુક વ્યક્તિઓ એટલા માટે જુદા તરી આવે છે કે એમના કામમાં વિશેષતા હોય છે કુદરતી સંકટ અને રોગચાળા સમયે સેવા માટે સુરુભા સદા અગ્રેસર હોય જ.

સરળ ફરજ લેવાની આવડત, શિસ્ત, વફાદારી સાથે માનવતાવાદ માટે કંઈક કરી છૂટવુ તેવો મળતાવડો સ્વભાવ તેમના વ્યક્તિત્વની ઊંચી પ્રતિભા છે. તેમના જન્મદિનને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande