પાટણ જિલ્લાના ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણી આગામી 15, 16 અને 17 જુલાઈએ યોજાશે.
પાટણ, 12 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં આગામી 15, 16 અને 17 જુલાઈએ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ત્રણ દિવસમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તાજેતરમાં સરપંચ પદ માટેની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નવી
પાટણ જિલ્લાના ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણી આગામી 15, 16 અને 17 જુલાઈએ યોજાશે.


પાટણ, 12 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લામાં આગામી 15, 16 અને 17 જુલાઈએ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટેની ચૂંટણી યોજાવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ત્રણ દિવસમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

તાજેતરમાં સરપંચ પદ માટેની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે નવી ચૂંટાયેલા વોર્ડ સદસ્યોમાંથી ઉપસરપંચની પસંદગી થશે. ઉપસરપંચ પદ માટે ઇચ્છુક સભ્યો હવે સક્રિય બની ગયા છે અને તેઓ અન્ય વોર્ડ સદસ્યોનો ટેકો મેળવવા માટે કસરત શરૂ કરી દીધી છે. સાથે જ, હરીફ ઉમેદવારો ઊભા ન થાય તે માટે રાજકીય વ્યૂહરચનાઓ ઘડી રહ્યા છે.

આ સમગ્ર પ્રક્રિયાને લઈને ગામોમાં રાજકીય ગરમાવો છે અને ગ્રામજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આગામી ઉપસરપંચ પદ પર કોણ કબજો જમાવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande