હારીજ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, મોટો અકસ્માત ટળ્યો
પાટણ, 12 જુલાઈ (હિ.સ.)હારીજ હાઈવે ચારરસ્તા પર આજે પૂરપાટ ઝડપે આવતાં ટ્રેક્ટરે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લીધા. ટ્રેક્ટરે પહેલા એક આઈસર ટ્રકને ટક્કર મારી, ત્યારબાદ એક બાઈક અને પોલીસ વાનને પણ ટક્કર મારી. પોલીસ વાન આવીને ન
હારીજ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, ભારે ટ્રાફિક જામ


પાટણ, 12 જુલાઈ (હિ.સ.)હારીજ હાઈવે ચારરસ્તા પર આજે પૂરપાટ ઝડપે આવતાં ટ્રેક્ટરે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લીધા. ટ્રેક્ટરે પહેલા એક આઈસર ટ્રકને ટક્કર મારી, ત્યારબાદ એક બાઈક અને પોલીસ વાનને પણ ટક્કર મારી. પોલીસ વાન આવીને નજીકના પાન પાર્લર સુધી ઘસી ગઈ.

પાન પાર્લરમાં બેઠેલા યુવાનનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ આઈસર ટ્રકનો ડ્રાઈવર પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો. ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા થોડા સમયમાં કાબૂમાં લાવવામાં આવ્યો.

સદનસીબે અકસ્માતમાં કોઈ ગંભીર ઇજાઓ કે જાનહાનિ નોંધાઈ નથી. સ્થાનિક પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande