રાજકોટ ના ન્યારી નદી પરનો બ્રિજ અત્યંત કફોડી અને જોખમી હાલતમાં
રાજકોટ, 12 જુલાઈ (હિ.સ.) રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામે આવેલો ન્યારી નદી પરનો બ્રિજ હાલ અત્યંત કફોડી અને જોખમી હાલતમાં છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં ભયનો માહોલ છે. આ બ્રિજની એક તરફની રેલિંગ સંપૂર્ણપણે તૂટેલી છે, અને બ
રાજકોટ ના ન્યારી નદી પરનો બ્રિજ અત્યંત કફોડી અને જોખમી હાલતમાં


રાજકોટ, 12 જુલાઈ (હિ.સ.) રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામે આવેલો ન્યારી નદી પરનો બ્રિજ હાલ અત્યંત કફોડી અને જોખમી હાલતમાં છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં ભયનો માહોલ છે. આ બ્રિજની એક તરફની રેલિંગ સંપૂર્ણપણે તૂટેલી છે, અને બ્રિજ પરનો માટીનો ભાગ પણ એક તરફથી ધોવાઈ જવાથી મોટું ગાબડું પડ્યું છે. આ બ્રિજ ઈશ્વરીયા, અમરેલી, સુવાક, કેરાળા, ઈટાળા સહિતના ૧૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારોને મુંજકા સાથે જોડતો મુખ્ય માર્ગ છે.રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામે આવેલો ન્યારી નદી પરનો જૂનો બ્રિજ હાલ અત્યંત જોખમજનક હાલતમાં છે. બ્રિજની એક બાજુની રેલિંગ સંપૂર્ણપણે તૂટી ગયેલી છે, તેમજ બ્રિજ પરનો માટીનો ભાગ પણ ધોવાઈ જવાથી એક તરફ મોટું ગાબડું પડી ગયું છે. આના કારણે અહીંથી પસાર થનારા વાહનચાલકો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છે. હાલની સ્થિતિમાં આ બ્રિજ પરથી વાહન પસાર કરવું જીવના જોખમે સમાન છે.

આ બ્રિજ ઈશ્વરીયા, અમરેલી, સુવાક, કેરાળા, ઈટાળા અને આસપાસના દસથી વધુ ગામોને મુખ્ય ગામ મુંજકાથી જોડતો મહત્વનો માર્ગ છે. રોજિંદા શાળા જતા વિદ્યાર્થીઓ, કામદારો અને ખેડુતો માટે આ બ્રિજ મહત્વનો માર્ગ છે. સ્થાનિકો બહુ વખતથી આ બ્રિજના માટે રજૂઆત કરી ચૂક્યા છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી જોવા મળી નથી. હાલની જોખમભરી સ્થિતિ જો તાત્કાલિક કાબૂમાં નહીં લેવાય, તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. જેથી સ્થાનિકો તાત્કાલિક ધ્યાન આપવાની માગણી કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande