પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરમાં આગામી દિવસોમાં આવી રહેલ નવરાત્રિના પવન પર્વને ધારે રાખીને કમિશ્નર,યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-પોરબંદર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા રાસ - ગરબા સ્પર્ધા 2025 નું આયોજન ટુંક સમયમાં કરવામાં આવશે.
આ સ્પર્ધામાં રાસ ભાઇઓ અને બહેનો માટે, તથા પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા બહેનો માટે રહેશે. આથી જિલ્લાની તમામ સંસ્થા/શાળા/ટીમ/ મંડળી/કલાસીસ વગેરેએ અરજી નિયત નમુનામાં પ્રમાણે અરજી કરવા જણાવાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાસ સ્પર્ધા માટે 14 થી 40 વર્ષ સુધી અને ગરબાની સ્પર્ધા માટે 14 થી 35 વર્ષ સુધીની વય મર્યાદા રહેશે. આ અંગેનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, “ગાંધી સ્મૃતિભવન, કનકાઈ મંદિર પાસે, ચોપાટી રોડ,પોરબંદર ખાતેથી મેળવીને જરૂરી આધાર પુરાવા સાથે મેળવીને તા:- 30/07/2025 સુધીમાં જમા કરાવવાનું રહેશે સમય મર્યાદા પુર્ણ થયેલ બાદ મળેલ કોઈ પણ એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહિ તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya