પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આજે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના બોખીરાથી કુછડી ગામની સીમશાળા જતા રસ્તા પર રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે અને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જિલ્લાના અન્ય રિપેરિંગ કરવાપાત્ર રોડની પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને રોડ રસ્તાના કારણે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે વરસાદ વિરામ લેતા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya