હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સંલગ્ન ઉત્તર ગુજરાતમાં લૉ કોલેજોની સંખ્યા વધતા પ્રવેશની તક વિસ્તરી
પાટણ, 12 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સંલગ્ન ઉત્તર ગુજરાતની લૉ કોલેજોમાં અગાઉ કાઉન્સિલની મંજૂરીના અભાવે પ્રવેશ પ્રક્રિયા અટવાઈ હતી. પરિણામે, માત્ર 9 કોલેજોમાં જ પ્રવેશ મળતો હતો જ્યારે 1000 બેઠકો સામે 2000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ ઈચ્છતા
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સંલગ્ન ઉત્તર ગુજરાતમાં લૉ કોલેજોની સંખ્યા વધતા પ્રવેશની તક વિસ્તરી


પાટણ, 12 જુલાઈ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સંલગ્ન ઉત્તર ગુજરાતની લૉ કોલેજોમાં અગાઉ કાઉન્સિલની મંજૂરીના અભાવે પ્રવેશ પ્રક્રિયા અટવાઈ હતી. પરિણામે, માત્ર 9 કોલેજોમાં જ પ્રવેશ મળતો હતો જ્યારે 1000 બેઠકો સામે 2000થી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ ઈચ્છતા હોવાથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેવાના સંજોગો ઊભા થયા હતા.

ત્યારે તાજેતરમાં કોલેજોની તરફથી દાખલ કરાયેલી કાયદાકીય લડતમાં કોર્ટનો કોલેજોના હિતમાં ચુકાદો આવતા કાઉન્સિલે બાકીની કોલેજોને પણ મંજૂરી આપી છે. જે કારણે GCAS પોર્ટલ પર કોલેજોની સંખ્યા 9 થી વધીને 16 થઈ ગઈ છે અને હવે વધારે બેઠકો ઉપલબ્ધ થઈ છે. મોટાભાગની નવી જોડાયેલી કોલેજોમાં 120થી વધુ બેઠકો હોય, જેનાથી વિદ્યાર્થીઓને વિવિધ જિલ્લામાં પ્રવેશ માટે વધુ વિકલ્પો મળશે.

GCASના કો-ઓર્ડિનેટર ડૉ. ધર્મેન્દ્ર ઠાકરે જણાવ્યું કે તમામ લૉ કોલેજોમાં પ્રવેશ માત્ર GCAS પોર્ટલ દ્વારા જ ઓનલાઈન મળે છે. હાલ જુની કોલેજોમાં ભરાયેલા ફોર્મના આધારે મેરિટ યાદી તૈયાર કરીને પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે નવી ઉમેરાયેલી કોલેજોમાં પ્રવેશ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તેથી વિદ્યાર્થીઓને આગામી તબક્કામાં ફોર્મ ભરી સરળતાથી પ્રવેશ મળી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande