રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ- ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને, અવકાશ મિશનમાંથી પાછા ફરવા બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને તેમની ઐતિહાસિક અવકાશ યાત્રામાંથી પૃથ્વી પર સફળ વાપસી બદલ અભિનંદન પાઠવ્યા. શુક્લા, આંતરરાષ્ટ્રીય
સ્પેસ


નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદીએ મંગળવારે, ગ્રુપ કેપ્ટન

શુભાંશુ શુક્લાને તેમની ઐતિહાસિક અવકાશ યાત્રામાંથી પૃથ્વી પર સફળ વાપસી બદલ

અભિનંદન પાઠવ્યા. શુક્લા, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઇએસએસ)ની મુલાકાત

લેનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા છે.

રાષ્ટ્રપતિએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, ગ્રુપ કેપ્ટન

શુભાંશુ શુક્લાનું તેમની અવકાશ યાત્રા પછી પૃથ્વી પર પાછા ફરવાનું હૃદયપૂર્વક

સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર એક્સિઓમ મિશન 4 ચલાવવામાં તેમની

ભૂમિકાએ, ભારતના અવકાશ સંશોધન તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગ

માટે, એક નવો સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. આ મિશન સાથે સંકળાયેલા તમામ લોકોને મારા

અભિનંદન.

પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, હું ગ્રુપ કેપ્ટન

શુભાંશુ શુક્લાને, તેમના ઐતિહાસિક અવકાશ મિશન પર પૃથ્વી પર પાછા આવકારવામાં

દેશવાસીઓ સાથે જોડાઉ છું. આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુસાફરી કરનાર ભારતના

પ્રથમ અવકાશયાત્રી તરીકે,

તેમણે તેમના

સમર્પણ, હિંમત અને અગ્રણી

ભાવના દ્વારા, દેશના અબજો સપનાઓને પ્રેરણા આપી છે. આ આપણા માનવ અવકાશ મિશન -

ગગનયાનની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande