ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા, પૃથ્વી પર પાછા ફર્યા
કેલિફોર્નિયા, નવી દિલ્હી,15 જુલાઈ (હિ.સ.) ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની પૃથ્વી પર પાછા ફરવાની રાહ પૂરી થઈ છે. એક્સિઓમ-4 મિશન હેઠળ 18 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં રહ્યા બાદ, શુભાંશુ શુક્લા તેમના ત્રણ સાથીઓ સાથે
સ્પેસ


કેલિફોર્નિયા, નવી દિલ્હી,15 જુલાઈ (હિ.સ.)

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની પૃથ્વી પર પાછા ફરવાની રાહ પૂરી થઈ છે.

એક્સિઓમ-4 મિશન હેઠળ 18 દિવસ સુધી

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં રહ્યા બાદ, શુભાંશુ શુક્લા તેમના ત્રણ સાથીઓ સાથે સુરક્ષિત રીતે પાછા

ફર્યા. તેમનું અવકાશયાન કેલિફોર્નિયાના દરિયા કિનારે ઉતર્યું.

લગભગ 23 કલાકની મુસાફરી પછી, અવકાશયાન આજે બપોરે 3 વાગ્યે કેલિફોર્નિયાના સમુદ્રમાં ઉતર્યું. ચાર

અવકાશયાત્રીઓ એક દિવસ પહેલા સાંજે 4:45 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (આઇએસએસ) થી પૃથ્વી માટે

રવાના થયા હતા. હવે પૃથ્વી પર પાછા ફર્યા બાદ, આખી ટીમને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. શુભાંશુ

શુક્લા સાથે પરત ફરનારા અવકાશયાત્રીઓમાં કમાન્ડર પેગી વ્હિટસન, પોલેન્ડના મિશન

નિષ્ણાત સ્લેવોજ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી અને હંગેરીના ટિબોર કાપુનો સમાવેશ થાય

છે.

બધા અવકાશયાત્રીઓ 26 જૂને ભારતીય સમય મુજબ સાંજે 4:01 વાગ્યે આઇએસએસ પહોંચ્યા

હતા. તેઓ 25 જૂનના રોજ બપોરે

12 વાગ્યે એક્સિઓમ-4 મિશન હેઠળ રવાના

થયા હતા. તેમણે કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટ સાથે

જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી.

શુભાંશુના પાછા ફરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ

મીડિયા પર કહ્યું હતું કે,

હું સમગ્ર દેશ સાથે, ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને તેમની ઐતિહાસિક અવકાશ

યાત્રામાંથી પૃથ્વી પર પાછા આવકારું છું. શુભાંશુએ તેમના સમર્પણ અને હિંમતથી અબજો

સપનાઓને પ્રેરણા આપી છે. આ આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન - ગગનયાનની દિશામાં

વધુ એક સીમાચિહ્નરૂપ છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande