ટેસ્લાનો ભારતમાં પ્રવેશ, મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલ્યો
મુંબઈ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.) વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાએ, મંગળવારે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) માં પોતાનો પહેલો શોરૂમ ખોલ્યો. આ શોરૂમને ''એક્સપીરિયન્સ
કોોી


મુંબઈ, નવી દિલ્હી, 15 જુલાઈ (હિ.સ.)

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલન મસ્કની ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક કંપની ટેસ્લાએ,

મંગળવારે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) માં પોતાનો પહેલો

શોરૂમ ખોલ્યો. આ શોરૂમને 'એક્સપીરિયન્સ

સેન્ટર' કહેવામાં આવી

રહ્યું છે. ટેસ્લાની વાયમોડેલ કાર, હવે ભારતમાં વેચવામાં આવશે. કંપનીએ કારની શરૂઆતની

કિંમત 59.89 લાખ રૂપિયા

(એક્સ-શોરૂમ, મુંબઈ) રાખી છે, જે યુએસ કરતા 28 લાખ રૂપિયા વધુ

છે.

ઉદ્ઘાટન સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર

ફડણવીસે કહ્યું કે,” મહારાષ્ટ્ર ઇચ્છે છે કે, ટેસ્લા ભારતમાં પોતાનો સંશોધન અને

વિકાસ અને ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરે.” તેમણે કહ્યું કે,” ટેસ્લાએ યોગ્ય રાજ્ય

અને યોગ્ય શહેરમાં પગ મૂક્યો છે, કારણ કે અમે ઘણા વર્ષોથી જે કારની રાહ જોઈ રહ્યા હતા, તે કાર ટેસ્લા

દ્વારા આજે મુંબઈથી લોન્ચ કરવામાં આવી છે. તેમણે મુંબઈથી ભારતીય બજારમાં પોતાના

લોન્ચની જાહેરાત કરી છે. ટેસ્લા મુંબઈમાં ડિલિવરી વ્યવસ્થા, લોજિસ્ટિક્સ

વ્યવસ્થા અને સર્વિસિંગ વ્યવસ્થા સાથે એક અનુભવ કેન્દ્ર લાવી રહી છે. ટેસ્લાએ

મહારાષ્ટ્ર અને મુંબઈ પસંદ કર્યા, કારણ કે આજે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહનોના

ક્ષેત્રમાં અગ્રેસર બની ગયું છે. મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં ટેસ્લાની સમગ્ર

ઇકો-સિસ્ટમ મહારાષ્ટ્રમાં જોવા મળશે.”

ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ શહેરની મધ્યમાં બાંદ્રા

કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) માં 4,000 ચોરસ ફૂટમાં 'એક્સપિરિયન્સ સેન્ટર' ખોલ્યું છે. જોકે, કારની ડિલિવરી માટેનો સમય કે ટેસ્ટ ડ્રાઇવનો વિકલ્પ હજુ

સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. ટેસ્લાના આ પગલાને દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના

વધતા બજાર તરફ એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. ટેસ્લાની મોડેલ વાયઇલેક્ટ્રિક કારના

બે પ્રકાર ભારતમાં ઉપલબ્ધ છે. બંનેની ટોપ સ્પીડ 201 કિમી પ્રતિ કલાક છે. આમાં, મોડેલ વાયરીઅર વ્હીલ

ડ્રાઇવ (આરડબ્લ્યુડી) ની કિંમત 59.89 લાખ રૂપિયા છે

અને મોડેલ વાયલોંગ રેન્જ (આરડબ્લ્યુડી) ની કિંમત 67.89 લાખ રૂપિયા છે.

આ કિંમતોમાં જીએસટીપણ શામેલ છે. ઓન-રોડ કિંમતો રૂ. 61.07 લાખ (મોડેલ વાય-આરડબ્લ્યુડી) થી શરૂ થાય છે

અને લાંબા રેન્જ આરડબ્લ્યુડીમાટે રૂ. 69.15 લાખ સુધી જાય છે.જેમાં રોડ ટેક્સ, ફાસ્ટેગ અને અન્ય

ચાર્જનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande