મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મકતુપુર ગામના યુવાન દીક્ષિત પ્રજાપતીએ કારગિલ વિજય દિવસે અરાવલી હિલ એક્સપિડિશન ફેઝ-૧ હેઠળ ૧૧ કલાક ૫૧ મિનિટમાં અરાવલી પર્વતમાળાના ૫ પર્વતોનું સફળ ચઢાણ કર્યું છે.
આ અભિયાનમાં તેણે પોતાના મિત્રો મંડોળ અને સુરેશ સાથે મળીને ઈડરિયો ગઢ, તારાણા પર્વત (બેકસાઈડ અને ફ્રન્ટસાઈડ ટ્રેક), ગબ્બર પર્વત અને કેદારનાથ પર્વત ચઢ્યા હતા. આ પર્વતોની ઊંચાઈ અંદાજે ૪૦૦થી ૧૪૦૦ મીટર વચ્ચે છે.
દીક્ષિતનું કહેવું છે કે, મારું લક્ષ્ય છે કે સમગ્ર અરાવલી પર્વતમાળાનું ચઢાણ કરું અને ખનિજ ખનન સામે લોકોમાં જાગૃતિ લાવું.તેમના અભિયાનની થીમ હતી Aravali bleeds in silence – will you act?
આ કાર્યક્રમથી દીક્ષિત પર્યાવરણ સંરક્ષણ માટે યુવાનોને પ્રેરણા આપવા માંગે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR