હિરલબા જાડેજા એક દિવસના રિમાન્ડ પર
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના મહિલા અગ્રણિ સામે વ્યાજખોરી અંગેની ફરીયાદ નોંધવામાં આવી હતી આ કેસમાં પોરબંદર પોલીસે જુનાગઢ જેલમાંથી કબ્જ મેળવી આજે બુધવારે પોલીસે પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા અદાલતે એક દિવસના રીમાન્ડ મજુર ક
હિરલબા જાડેજા એક દિવસના રિમાન્ડ પર.


હિરલબા જાડેજા એક દિવસના રિમાન્ડ પર.


હિરલબા જાડેજા એક દિવસના રિમાન્ડ પર.


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના મહિલા અગ્રણિ સામે વ્યાજખોરી અંગેની ફરીયાદ નોંધવામાં આવી હતી આ કેસમાં પોરબંદર પોલીસે જુનાગઢ જેલમાંથી કબ્જ મેળવી આજે બુધવારે પોલીસે પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવતા અદાલતે એક દિવસના રીમાન્ડ મજુર કર્યા છે. પોરબંદરના મહિલા અગ્રણિ હિરલબા જાડેજા સામે અગાઉ પૈસાની ઉઘરાણી અને અપહરણ ત્યાર બાદ સાયબર ફ્રોડનો ગુન્હો નોધવામાં આવ્યો હતો હાલ આ કેસમાં જેલમા રહેલા હિરલબા જાડેજા સામે વધુ મની લોડરીંગની ફરીયાદ નોંધવામાં આવી હતી.

પોરબંદર ખાતે રહેતા હરિશભાઈ રામજીભાઈ પોસ્તરીયાના મૃતક ભાઈ હરિશભાઈ એ હિરલબા પાસેથી રૂ.75 લાખની રકમ ત્રણ ટકા વ્યાજે લીધી હતી ત્યાર બાદ હિરલબા જાડેજાએ દુકાન અને મકાન સહીતની મિલ્કત પચાવી પાડી હતી અને કુલ રૂ. 4 કરોડ જેવી રકમ વસુલ કરી હતી તેમ છતા ફરીયાદીને ધાકધમકી આપતા હતા આ બનાવમાં હિરલબા જાડેજા અને પૈસાની ઉઘરાણી કરનાર હિરેન ઓડેદરા સામે ફરીયાદ નોંધવામાં આવી હતી.પોલીસે હિરેન ઓડેદરાની અટકાયત કરી લીધી જે જયારે હિરલાબા જાડેજાનો જુનાગઢની જેલામાંથી કબ્જો મેળવી આજે બુધવારે પોરબંદરની અદાલતમાં પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે રજુ કરતા એક દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે મની લોડીરીંગના કેસમા પોલીસ વ્યાજખોરી સંબધીત પુછપરછ હાથ ધરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande