પાટણમાં NDRF દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને વૃક્ષારોપણ
પાટણ, 4 જુલાઈ (હિ.સ.) : પાટણ પોલીસ મુખ્ય મથક ખાતે આજે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે આપત્તિ વ્યવસ્થાપન અંગે વિશેષ તાલીમ આપી હતી. આ તાલીમમાં કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. NDRFની
પાટણમાં NDRF દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને વૃક્ષારોપણ


પાટણમાં NDRF દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને વૃક્ષારોપણ


પાટણ, 4 જુલાઈ (હિ.સ.) : પાટણ પોલીસ મુખ્ય મથક ખાતે આજે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે આપત્તિ વ્યવસ્થાપન અંગે વિશેષ તાલીમ આપી હતી. આ તાલીમમાં કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. NDRFની ટીમે પૂર, ભૂકંપ અને આગ જેવી આપત્તિઓ દરમિયાન બચાવ કાર્યો કેવી રીતે કરવા તે અંગે માહિતી આપી હતી.

તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને વિવિધ બચાવ સાધનોના ઉપયોગની પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. આ પ્રકારની તાલીમથી પોલીસ દળની આપત્તિ સમયે પ્રતિસાદ આપવા જેવી ક્ષમતા વધુ મજબૂત બનશે અને તેઓ ભવિષ્યમાં કોઈપણ આફતનો સામનો સારી રીતે કરી શકશે.

કાર્યક્રમના બીજા ભાગમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા પર્યાવરણ જાળવણીનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો ગયો. સિદ્ધપુરના DySP કે.કે. પંડ્યા સહિત અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande