પાટણ એસ.ટી. બસમાં કંડક્ટરની બેદરકારીઓથી મુસાફરો જોખમમાં
પાટણ, 4 જુલાઈ (હિ.સ.) : પાટણથી ખારીધારીયાલ જતી એસ.ટી. બસમાં કંડક્ટરે આવેલી બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ. સવારે 6:50 કલાકે પાટણથી નીકળેલી બસમાં કંડક્ટરે ચાલતી બસમાં જ કચરાપેટીમાં રહેલો કચરો સળગાવ્યો હતો. મુસાફરોને પ્લાસ્ટિક સળગવાના
પાટણ એસ.ટી. બસમાં કંડક્ટરની બેદરકારીઓથી મુસાફરો જોખમમાં


પાટણ, 4 જુલાઈ (હિ.સ.) : પાટણથી ખારીધારીયાલ જતી એસ.ટી. બસમાં કંડક્ટરે આવેલી બેદરકારીના કારણે મુસાફરોની સુરક્ષા જોખમમાં મુકાઈ. સવારે 6:50 કલાકે પાટણથી નીકળેલી બસમાં કંડક્ટરે ચાલતી બસમાં જ કચરાપેટીમાં રહેલો કચરો સળગાવ્યો હતો. મુસાફરોને પ્લાસ્ટિક સળગવાના દુર્ગંધથી પરેશાની થતા તેમને આગ હોલવી દેવા વિનંતી કરી, પરંતુ કંડક્ટરે અવગણના કરતા અડિયા બસ સ્ટેન્ડ સુધી કચરો સળગતો રહ્યો.

એસ.ટી. વિભાગનું સૂત્ર ‘સલામત સવારી અમારી’ હોવા છતાં કંડક્ટરની ગેરજવાબદાર વર્તણૂકથી મુસાફરો માટે આગ જેવી ગંભીર સુરક્ષા જોખમ ઊભું થયું. કચરો સળગાવ્યા બાદ તેને બુઝાવવાની કોઈ વ્યવસ્થા કંડક્ટરે ન કરી. જો આગની દુર્ઘટના સર્જાત તો તેનો જવાબદાર કોણ રહેત તે પ્રશ્ન ઉભો થયો છે.

આ ઘટનાને લઈ પાટણ ડેપોના મેનેજર વિપુલભાઈએ જણાવ્યું કે કંડક્ટર 11 માસના કરાર આધારિત કર્મચારી છે. તેમને બોલાવી નિવેદન લેવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande