પાટણ ફટાકડા ઉચાપત કૌભાંડમાં 20.53 લાખની ઉચાપત, જામીન અરજી નામંજૂર
પાટણ, 4 જુલાઈ (હિ.સ.) : પાટણ પોલીસ તંત્રમાં ફટાકડા ખરીદીમાં થયેલા ઉચાપત કેસમાં નવો ખુલાસો થયો છે. આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતાપ પલાસે પહેલાં જણાયેલ 8.38 લાખ નહીં પરંતુ કુલ 20.53 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. પાટણના સેશન્સ જજ બી.કે. બારો
પાટણમાં 90 દિવસનું મધ્યસ્થીકરણ અભિયાન શરૂ


પાટણ, 4 જુલાઈ (હિ.સ.) : પાટણ પોલીસ તંત્રમાં ફટાકડા ખરીદીમાં થયેલા ઉચાપત કેસમાં નવો ખુલાસો થયો છે. આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતાપ પલાસે પહેલાં જણાયેલ 8.38 લાખ નહીં પરંતુ કુલ 20.53 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. પાટણના સેશન્સ જજ બી.કે. બારોટે આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે આરોપી કાયદાના જાણકાર હોવા છતાં તેઓ 11 મહિના સુધી ફરાર રહ્યા હતા અને જામીન મળ્યા પછી પુરાવાઓ સાથે ચેડાં કરવાની શક્યતા છે.

તપાસ દરમિયાન સિદ્ધપુર ડિવિઝનના ડીવાયએસપી કે.કે. પંડ્યાએ જણાવ્યું કે અમદાવાદ સ્થિત અંબિકા આશિષ ટ્રેડ લિંકમાંથી ફટાકડાની ખરીદી કરાઈ હતી. વેપારી પાસેથી 38.16 લાખના બિલમાંથી 38.04 લાખ રૂપિયાની ચુકવણી ચેક દ્વારા કરવામાં આવી હતી. બાદમાં બિલ વિના 42.72 લાખનો વધારાનો માલ પણ ખરીદવામાં આવ્યો હતો. આરોપીએ 21 લાખ અને 11 લાખ રોકડમાં ચૂકવ્યા હોવા છતાં 8.38 લાખની રકમ હજુ બાકી હોવાનું બહાર આવ્યું છે.

આ કેસમાં ટેક્સ એડવોકેટે કેન્ટિનના વાર્ષિક નાણાકીય હિસાબોની તપાસમાં વિસંગતતા હોવાનો અભિપ્રાય આપ્યો છે. તમામ બિલો અને ચલણો પાટણ પોલીસ હેડક્વાર્ટર્સના નામે છે અને તેમાં આરોપી પ્રતાપ પલાસનો મોબાઇલ નંબર નોંધાયેલો છે, જે તેને કૌભાંડમાં સીધો સંડોવણી ધરાવતો સાબિત કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande