પ્રધાનમંત્રી 18 જુલાઈએ બિહાર જશે, મોતીહારીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે
પટના, નવી દિલ્હી, ૦4 જુલાઈ (હિ.સ.) બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ રહી છે. આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાની સો ટકા જીત સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી રહી છે. આ ચૂંટણી વર્ષમાં, પ્રધાનમંત
નમો


પટના, નવી દિલ્હી, ૦4 જુલાઈ (હિ.સ.)

બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને બિહારમાં રાજકીય હલચલ તેજ થઈ રહી છે. આગામી બિહાર

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાની સો ટકા જીત સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી રહી

છે. આ ચૂંટણી વર્ષમાં, પ્રધાનમંત્રી

નરેન્દ્ર મોદી, સતત બિહારની મુલાકાતે આવી રહ્યા છે.

આ દરમિયાન, પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર બિહારની મુલાકાતે જવાના છે.

પ્રધાનમંત્રી મોદી 18 જુલાઈએ મોતીહારીની મુલાકાત લે તેવી સંભાવના છે. વડાપ્રધાન,

મોતીહારીના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે. તેમના

આગમનની તૈયારીઓને લઈને જિલ્લા વહીવટીતંત્ર અને ભાજપ સંગઠન સ્તરે હલચલ મચી ગઈ છે.

નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, આજે મોતીહારી જશે

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, શુક્રવારે

મોતીહારીમાં પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ જોવા માટે મોતીહારી જશે. ભાજપના જિલ્લા

પ્રવક્તા પ્રકાશ અસ્થાનાએ જણાવ્યું હતું કે,” નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી,

બપોરે 1 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મોતીહારી આવશે. તેમની સાથે ભૂતપૂર્વ કેન્દ્રીય

મંત્રી અને મોતીહારી સાંસદ રાધા મોહન સિંહ પણ હાજર રહેશે. અહીં તેઓ પહેલા વડાપ્રધાન

મોદીના, સંભવિત કાર્યક્રમ અંગે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ પાર્ટીના

અધિકારીઓ સાથે અલગથી બેઠક થશે.”

પ્રકાશ અસ્થાનાએ કહ્યું કે,” વડાપ્રધાન મોદી, તેમની

મુલાકાતમાં મહિલાઓ માટે મોટી યોજના અથવા પેકેજની જાહેરાત પણ કરી શકે છે. તે જ સમયે, મહાત્મા ગાંધી

સેન્ટ્રલ યુનિવર્સિટીના, માળખાગત વિકાસ કાર્યનો શિલાન્યાસ પણ સંભાવિત છે.”

હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / ગોવિંદ ચૌધરી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande