ગૃહમંત્રીએ, ઉત્તરાખંડમાં ભારે વરસાદની સ્થિતિ અંગે માહિતી લીધી, કેન્દ્ર તરફથી હરસંભવ મદદનું આશ્વાસન આપ્યું
દહેરાદૂન, નવી દિલ્હી, 4 જુલાઈ (હિ.સ.) ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ફોન પર રાજ્યના સંવેદનશીલ વિસ્તારોની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમને વર્તમાન
શાહ


દહેરાદૂન, નવી દિલ્હી, 4 જુલાઈ (હિ.સ.)

ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદ અને ભૂસ્ખલન વચ્ચે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ફોન પર રાજ્યના

સંવેદનશીલ વિસ્તારોની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ

તેમને વર્તમાન પરિસ્થિતિ અને રાહત કાર્ય વિશે માહિતી આપી.

મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે,” ગૃહમંત્રીએ ચારધામ યાત્રાને

પ્રભાવિત ન થવા દેવાના નિર્દેશો આપ્યા છે. એનડીઆરએફ (નેશનલ ડિઝાસ્ટર

રિસ્પોન્સ ફોર્સ), આઇટીબીપી (ઇન્ડો-તિબેટીયન

બોર્ડર પોલીસ) ને તાત્કાલિક તૈનાત કરવામાં આવી રહ્યા છે, જેથી

શ્રદ્ધાળુઓની સલામત અવરજવર સુનિશ્ચિત થઈ શકે.”

તેમણે રાજ્યના અન્ય સંવેદનશીલ જિલ્લાઓમાં સતત તકેદારી

રાખીને શક્ય તમામ સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપી. મુખ્યમંત્રી ધામીએ આ સંવેદનશીલ, સક્રિય અને

કરુણાપૂર્ણ નેતૃત્વ માટે કેન્દ્રીય ગૃહમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / વિનોદ પોખરિયાલ / સત્યવાન

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande