દ્વારકામાં 4 ઇંચ વરસાદથી જળ બંબાકાર જેવી સ્થિતિ
દ્વારકા, 5 જુલાઈ (હિ.સ.) : દ્વારકા શહેરમાં ખાબકેલા 4 ઇંચ વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી દ્વારકા નગરીમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદ એ દ્વારકા શહેરને ઘમરોળ્યું હતું શહેરના અનેક વિસ્તા
HAVY rain in dwarka


દ્વારકા, 5 જુલાઈ (હિ.સ.) : દ્વારકા શહેરમાં ખાબકેલા 4 ઇંચ વરસાદથી જન જીવન પ્રભાવિત થયું છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી દ્વારકા નગરીમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદ એ દ્વારકા શહેરને ઘમરોળ્યું હતું શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. આ અંગે દ્વારકા પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર દ્વારા ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી ભદ્રકાલી ચોક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો ભદ્રકાલી ચોક ઘૂંટણ સમા પાણી ભરાયા હતા ઘૂંટણસમા પાણી વચ્ચે પ્રાંત અધિકારીએ ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને ચીફ ઓફિસરને તાકીદ કર્યા હતા હજુ પણ ભારે વરસાદ વરસે આ વિસ્તારમાં પાણી ભરાઈ તેવી સ્થિતિ છે.

ભારે વરસાદથી મામલતદાર ની ટીમને એલર્ટ રખાય છે પ્રાંત અધિકારી સાથે ચીફ ઓફિસર પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં નીકળ્યા હતા હાલ વરસાદે તંત્રની પ્રોમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી હોઈ સિઝન ની શરૂઆતમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે દ્વારકા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની લીધે લોકોને હાલાકી ન સામનો કરવો પડ્યો હતો. વરસાદથી ઇમર્જન્સી રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ બાય રખાય છે સરકારી આંકડા મુજબ 113 MM જેટલો વરસાદ દ્વારકામાં નોંધાયો છે દ્વારકા શહેરમાં અકેલા આ વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

શહેરના મુખ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાના લીધે યાત્રાળુઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો દ્વારકા શહેરમાં ખાબકેલા ધોધમાર વરસાદથી જન જીવન પ્રભાવિત થયું હતું ભદ્રકાલી ચોક રેલ્વેસ્ટેશન વિસ્તાર ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં અવરજવરમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસામાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. ચોમાસાની સિઝનનો આ પ્રથમ તબક્કો હોય ત્યારે ચાર વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના લીધે લોકોને આલાખીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પણ આ મામલે આ વિસ્તારોની મુલાકાત લેવી પડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Upadhyay dharmendra


 rajesh pande