ઈઝરાયલ સાથેના સંઘર્ષ પછી ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની પહેલી વાર જાહેરમાં દેખાયા
તેહરાન, નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.). ઈઝરાયલ સાથેના ઈરાનના 12 દિવસના સંઘર્ષ પછી, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની, પહેલી વાર જાહેરમાં દેખાયા. તેઓ 5 જુલાઈના રોજ મોહરમ શોક શોભાયાત્રામાં જોવા મળ્યા હતા. ખામેની તેહરાનમાં આશુરાની પૂર્વસંધ્યાએ મોહર
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની


તેહરાન, નવી દિલ્હી, 6 જુલાઈ (હિ.સ.). ઈઝરાયલ સાથેના ઈરાનના 12 દિવસના સંઘર્ષ પછી, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની, પહેલી વાર જાહેરમાં દેખાયા. તેઓ 5 જુલાઈના રોજ મોહરમ શોક શોભાયાત્રામાં જોવા મળ્યા હતા. ખામેની તેહરાનમાં આશુરાની પૂર્વસંધ્યાએ મોહરમ શોક શોભાયાત્રામાં પહોંચ્યા હતા. 13 જૂનના રોજ ઈઝરાયલી હુમલા પછી ખામેની જાહેરમાં જોવા મળ્યા ન હતા.

તેહરાન ટાઈમ્સ અનુસાર ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની, 5 જુલાઈના રોજ મોહરમ શોક શોભાયાત્રામાં જોડાયા હતા. મોહરમના 10મા દિવસને આશુરા કહેવામાં આવે છે. ખામેની તેહરાનમાં આશુરાની પૂર્વસંધ્યાએ મોહરમ શોક શોભાયાત્રામાં જાહેરમાં દેખાયા હતા. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે લશ્કરી સંઘર્ષ 12 દિવસ સુધી ચાલ્યો હતો જે 24 જૂનના રોજ સમાપ્ત થયો હતો. આ સંઘર્ષ દરમિયાન ખામેની જાહેરમાં જોવા મળ્યા ન હતા. તેઓ કડક સુરક્ષા વચ્ચે કોઈ અજાણ્યા સ્થળે હતા.

આ સંઘર્ષ દરમિયાન, ખામેનીની સુરક્ષા અંગે ઘણી ચિંતા હતી, કારણ કે ઇઝરાયલના હુમલામાં ઘણા ટોચના ઈરાની કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા. ઇઝરાયલ સાથેના આ સંઘર્ષ દરમિયાન ખામેનીના કેટલાક વિડિઓ સંદેશા આવ્યા હતા. તેમના બંકરમાં છુપાયેલા હોવાની અટકળો કરવામાં આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ 13 જૂનથી સતત ઇરાન પર હુમલો કરી રહ્યું છે. ખાસ કરીને 22 જૂને અમેરિકા, ઇઝરાયલના સમર્થનમાં ઉતર્યા પછી, પરિસ્થિતિ ઘણી બગડી ગઈ. અમેરિકાએ ઈરાનમાં 3 પરમાણુ ઠેકાણા, ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પર હુમલો કર્યો. આ હુમલામાં ઈરાનના પરમાણુ ઠેકાણા, સંરક્ષણ પ્રણાલીઓ, ટોચના સૈન્ય અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જવાબમાં ઈરાને ઇઝરાયલ પર 550 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડ્યા.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande