ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઉત્તર
વઝીરિસ્તાનમાં, અફઘાન સરહદથી આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી. આ દરમિયાન, સૈનિકોએ સતત
ગોળીબાર કરીને 30 આતંકવાદીઓને ઠાર
માર્યા. માર્યા ગયેલા આતંકવાદીઓ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) સાથે સંકળાયેલા
હોવાનું કહેવાય છે.
ડોન અખબારના સમાચાર અનુસાર,”સેનાની મીડિયા
વિંગ 'ઇન્ટર-સર્વિસિસ
પબ્લિક રિલેશન્સ' (આઇએસપીઆર) એ આજે સવારે
જણાવ્યું હતું કે, ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના હસન ખેલ તહસીલમાં
આ સફળતા મળી છે. સેનાએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના 30 આતંકવાદીઓને ઠાર
માર્યા હતા. જેઓ અહીં પાકિસ્તાન-અફઘાન સરહદ દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી
રહ્યા હતા.”
આઇએસપારનાઅનુસાર,”ગયા વર્ષે જુલાઈમાં સરકારે ટીટીપી પર પ્રતિબંધ
મૂક્યો હતો અને તેનું નામ ફિત્ના અલ ખાવરિજ રાખ્યું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ
પાસેથી મોટી સંખ્યામાં શસ્ત્રો, વિસ્ફોટકો અને દારૂગોળો મળી આવ્યો છે. આ સફળતા માટે આઈએસપીઆરએ, સુરક્ષા દળોની
સતર્કતા અને તત્પરતાની પ્રશંસા કરી.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ