એનઆઈએ એ તહવ્વુર રાણા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી, ન્યાયિક કસ્ટડી 13 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી
નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ, બુધવારે પટિયાલા હાઉસ કોર્ટમાં તહવ્વુર રાણા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી. સ્પેશિયલ જજ ચંદર જીત સિંહે 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી
પટિયાલા હાઉસ કોર્ટ


નવી દિલ્હી, 09 જુલાઈ (હિ.સ.). રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ, બુધવારે પટિયાલા હાઉસ કોર્ટમાં તહવ્વુર રાણા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી. સ્પેશિયલ જજ ચંદર જીત સિંહે 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી 13 ઓગસ્ટ સુધી લંબાવી છે.

આજે, તહવ્વુર રાણાની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી, ત્યારબાદ તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તહવ્વુરની ઓક્ટોબર 2009 માં યુએસ એજન્સી એફબીઆઈ દ્વારા શિકાગો, યુએસએ માં ધરપકડ કરવામાં આવી હતી. રાણાને 10 એપ્રિલે ખાસ વિમાન દ્વારા અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારે જ એનઆઈએ એ 10 એપ્રિલની સાંજે દિલ્હીના પાલમ એરફોર્સ બેઝ પર ઉતરતાની સાથે જ રાણાની ધરપકડ કરી હતી. કોર્ટે રાણાને 6 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પછી, 6 જૂને, કોર્ટે રાણાને આજ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. 3 મેના રોજ, કોર્ટમાં તહવ્વુર રાણાના અવાજ અને હસ્તાક્ષરના નમૂના લેવામાં આવ્યા હતા.

તહવ્વુર રાણા, પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. તે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક, અમેરિકી નાગરિક ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો નજીકનો સાથી છે. 64 વર્ષીય તહવ્વુર રાણાના સમર્થનને કારણે, તે સમયે ભારતમાં હેડલીની હિલચાલ સરળ બની ગઈ હતી. પાકિસ્તાની મૂળના તહવ્વુર રાણા અને ડેવિડ કોલમેન હેડલી બાળપણના મિત્રો હતા અને બંને એક જ સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તહવ્વુર રાણાએ, ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવા માટે મુંબઈમાં એક એજન્સી ખોલી હતી.

હિન્દુસ્થાન સમાચાર/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande