વૈદિક જ્ઞાનનું આધુનિક વિજ્ઞાન સાથે સંકલન જરૂરી છે: સર્વાનંદ સોનોવાલ
નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.). જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ખાતે આયોજિત ત્રણ દિવસીય ભારતીય જ્ઞાન પ્રણાલી (આઈકેએસ) શૈક્ષણિક પરિષદમાં હાજરી આપનારા કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે, ભારતીય જ્ઞાન પ્રણાલીઓને વૈશ્વિક પ્લેટ
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ


નવી દિલ્હી, 10 જુલાઈ (હિ.સ.). જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ખાતે આયોજિત ત્રણ દિવસીય ભારતીય જ્ઞાન પ્રણાલી (આઈકેએસ) શૈક્ષણિક પરિષદમાં હાજરી આપનારા કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે, ભારતીય જ્ઞાન પ્રણાલીઓને વૈશ્વિક પ્લેટફોર્મ પર સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે હજારો વર્ષોની પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સંયોજનને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે 10 થી 12 જુલાઈ સુધી ચાલનારી આ પરિષદ ભારતીય વારસાને નવી દિશા આપવાની તક છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સોનોવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ગણિત, ખગોળશાસ્ત્ર, આયુર્વેદ અને ફિલસૂફી જેવા ક્ષેત્રો સહિત ભારતીય જ્ઞાન પ્રણાલીઓને આધુનિક શિક્ષણ અને ઉદ્યોગમાં સંકલિત કરીને આબોહવા પરિવર્તન અને ટકાઉપણું જેવા વૈશ્વિક પડકારોનો ઉકેલ શક્ય છે. તેમણે યુરોપિયન સાંસ્કૃતિક ધોરણોના વર્ચસ્વને પડકારતા વૈજ્ઞાનિક સમુદાયમાં વૈકલ્પિક માળખા તરીકે, ભારતીય અભિગમ રજૂ કરવા વિશે વાત કરી. મંત્રીએ હિમાલયના દેશો સાથે સહયોગને પ્રોત્સાહન આપવા હાકલ કરી, જે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે આ પહેલને મજબૂત બનાવશે.

તેમણે જેએનયુ ને, આ પ્લેટફોર્મને વૈશ્વિક શૈક્ષણિક નેટવર્કમાં પરિવર્તિત કરવા માટે કામ કરવા હાકલ કરી. સોનોવાલે કહ્યું કે, પ્રાચીન ગ્રંથોમાં સમાયેલ જ્ઞાનને ડિજિટલ યુગમાં લાવીને નવી પેઢી સુધી પહોંચાડવું, એ સમયની માંગ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande