નવી દિલ્હી, 10 જુલાઇ (હિ.સ.): ગુજરાતમાં મહિસાગર નદી પર આવેલા વડોદરા અને આણંદને જોડતો પુલ તૂટી પડતાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જયારે ઘણા લોકો હજુ પણ ગુમ છે. બુધવારે થયેલી આ દુર્ઘટનાને લઈને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ આને સરકારની નિષ્ક્રીયતા અને બેદરકારીનો પરિણામ ગણાવ્યો છે.
મેવાણીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ઘણી મોટી દુર્ઘટનાઓ થઈ છે, જેના પાછળ સરકારની અવગણના અને ભ્રષ્ટ તંત્ર જવાબદાર રહ્યું છે.
તેમણે ઉમેર્યું કે જેમાંથી આ દુર્ઘટનામાં તૂટી પડેલો ગંભીરા પુલ સામેલ છે. આ પુલ વિશે સ્થાનિક લોકોએ અને કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને બે વખત પુલની ખરાબ સ્થિતિ અંગે પત્ર લખી ચેતવણી આપી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ