મોરેશિયસના વડાપ્રધાન, રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા
અયોધ્યા, નવી દિલ્હી,12 સપ્ટેમ્બર (હિ.સ.) મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા. અહીં એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું. ડૉ. રામગુલામ અહીં શ્રી રામ જન્
અયોધ્યા


અયોધ્યા, નવી દિલ્હી,12 સપ્ટેમ્બર

(હિ.સ.) મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ શુક્રવારે અયોધ્યા પહોંચ્યા.

અહીં એરપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું.

ડૉ. રામગુલામ અહીં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામ લલ્લાની પૂજા કરશે.

મોરેશિયસના વડાપ્રધાન ડૉ. નવીનચંદ્ર રામગુલામ, તેમના

પરિવારના સભ્યો, મોરેશિયસના વડાપ્રધાન

કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કેબિનેટ મંત્રીઓ સાથે મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ

પહોંચ્યા. એરપોર્ટથી, મોરેશિયસના વડાપ્રધાન

પ્રયાગરાજ-લખનૌ હાઇવે થઈને શ્રી રામ મંદિર જશે. જિલ્લા મેજિસ્ટ્રેટ નિખિલ ટીકારામ

ફુંડેએ જણાવ્યું હતું કે,” વડાપ્રધાન રામગુલામ એરપોર્ટથી સીધા રામ મંદિર માટે

રવાના થયા છે. વડાપ્રધાનનો કાફલો પ્રયાગરાજ-લખનૌ હાઇવે થઈને લગભગ 15 કિમીનું અંતર

કાપીને રામ મંદિર પહોંચશે.”

રામ જન્મભૂમિ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર

ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા, તેમનું સ્વાગત કરવામાં આવશે. તેઓ લગભગ દોઢ કલાક રામ

મંદિરમાં રહેશે. આ સમય દરમિયાન, તેઓ રામલલા અને રાજા રામના દર્શન કરશે અને મંદિરના નિર્માણ

કાર્યનું પણ નિરીક્ષણ કરશે. તેઓ રામ જન્મભૂમિ પરિસરમાં જટાયુ અને કુબેર ટેકરાની પણ

મુલાકાત લેશે અને ભગવાન શિવનો જલાભિષેક કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પવન પાંડે / સુનીલ કુમાર સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande