હાઈકોર્ટે અભિષેક બચ્ચનની, અંગત વસ્તુઓના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનના નામ, અવાજ અને ચિત્રો તેમજ તેમની અંગત વસ્તુઓના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે કહ્યું કે,” કોઈપણ વ્યક્તિના વ્યક્
કદીૂ


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ અભિનેતા અભિષેક

બચ્ચનના નામ, અવાજ અને ચિત્રો

તેમજ તેમની અંગત વસ્તુઓના અનધિકૃત ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ તેજસ

કારિયાની બેન્ચે કહ્યું કે,” કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વ સાથે સંબંધિત કોઈપણ

પ્રતીકનો ઉપયોગ તેના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે અને તે તેના ગૌરવ સાથે

જીવવાના અધિકારને પણ અસર કરે છે.”

શુક્રવારે સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સંબંધિત યુઆરએલ (વેબલિંક) દૂર

કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં પરવાનગી વિના અભિષેક બચ્ચનના વ્યક્તિત્વ સાથે

સંબંધિત કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. કોર્ટે કહ્યું કે,” એઆઇ અને

ડીપફેક જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તેમના નામ અને છબીનો દુરુપયોગ થઈ રહ્યો છે, માત્ર નાણાકીય

રીતે જ નહીં પરંતુ તેમની પ્રતિષ્ઠા, ગૌરવ અને સદ્ભાવનાને પણ નુકસાન થઈ રહ્યું છે.”

કોર્ટે 10 સપ્ટેમ્બરના રોજ નિર્ણય અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન, અભિષેક બચ્ચન

તરફથી હાજર રહેલા વકીલો, પ્રવીણ આનંદ અને ધ્રુવ આનંદે કહ્યું હતું કે,” લોકો

અરજદારની તસવીર અને તેમની પસંદ અને નાપસંદનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો અભિષેક

બચ્ચનનો વ્યાપારી હેતુઓ માટે પણ ઉપયોગ કરી રહ્યા છે. એઆઇઅને ડીપફેક જેવી

ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ, યુટ્યુબ ચેનલો, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ અને ફેસબુક પ્રોફાઇલ્સ પર ફોટા, વિડિઓઝ અને અન્ય

સેલિબ્રિટીઝ સાથે અભદ્ર સામગ્રી અપલોડ કરવામાં આવી રહી છે.”

સુનાવણી દરમિયાન, ગૂગલ વતી હાજર રહેલા એડવોકેટ મમતા રાનીએ કહ્યું હતું કે,”

કોર્ટના આદેશ પછી તેમનું પ્લેટફોર્મ આવા યુઆરએલ દૂર કરશે.”

અગાઉ, હાઇકોર્ટે અભિષેક બચ્ચનની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા

રાયના વ્યક્તિત્વ સાથે સંબંધિત પ્રતીકો અને સામગ્રીનો પરવાનગી વિના ઉપયોગ કરવા પર

પ્રતિબંધ મૂક્યો હતો. ઐશ્વર્યા રાયની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે,” ઐશ્વર્યા

નેશન વેલ્થ નામની પેઢી તેના લેટરહેડમાં ચેરપર્સન તરીકે, ઐશ્વર્યા રાયના ચિત્રનો

ઉપયોગ કરે છે. જ્યારે ઐશ્વર્યા રાયને આ વિશે કોઈ પૂર્વ જાણકારી નથી. આમ કરવું

સંપૂર્ણપણે છેતરપિંડી છે. અરજીમાં તે વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સનો ઉલ્લેખ કરવામાં

આવ્યો છે જે તેમના નામનો ઉપયોગ કરતી હોવાનું જાણવા મળ્યું છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજય / અમરેશ દ્વિવેદી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande