દિલ્હી હાઈકોર્ટને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસર ખાલી કરાવાયું
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) શુક્રવારે બપોરે દિલ્હી હાઈકોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ધમકી મળી. આ પછી, હાઈકોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટ પરિસરમાં ત્રણ બોમ્બથી, ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ અરાજકતા ફેલાઈ ગઈ અને બ
કોર્ટ


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.) શુક્રવારે બપોરે દિલ્હી હાઈકોર્ટને ઈમેલ

દ્વારા બોમ્બથી ધમકી મળી. આ પછી, હાઈકોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવી રહ્યું છે.

હાઈકોર્ટ પરિસરમાં ત્રણ બોમ્બથી, ધમકી આપતો ઈમેલ મળ્યા બાદ

અરાજકતા ફેલાઈ ગઈ અને બપોરે 2 વાગ્યા સુધીમાં કોર્ટ પરિસર ખાલી કરવાનો આદેશ આપવામાં

આવ્યો. આ પછી, ન્યાયાધીશો તેમની

કોર્ટ છોડવા લાગ્યા. ચારે બાજુ અરાજકતાનો માહોલ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સ્પેશિયલ સેલ અને

દિલ્હી પોલીસના અનેક યુનિટ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. કોર્ટની બહાર બોમ્બ

ડિસ્પોઝલ સ્ક્વોડ બોલાવવામાં આવી છે. માહિતી મળ્યા બાદ, મામલાની તપાસ

કરવામાં આવી રહી છે.

હાલમાં, આ પ્રાથમિક સમાચાર છે.....

હિદુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande