ગોકુળિયું ગામ ધજડી – એક આદર્શ વિકાસગાથા
અમરેલી, 16 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું ધજડી ગામ આજે એક પ્રગતિશીલ અને આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે. ગામની ઓળખ ખેતી સાથે ગાઢ રીતે જોડાયેલી છે. અહીંનો મોટાભાગનો પ્રજા વર્ગ ખેતી પર આધારિત છે. જમીન, મહેનત અને પરિશ્રમથી
ગોકુળિયું ગામ ધજડી – એક આદર્શ વિકાસગાથા


અમરેલી, 16 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલું ધજડી ગામ આજે એક પ્રગતિશીલ અને આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે. ગામની ઓળખ ખેતી સાથે ગાઢ રીતે જોડાયેલી છે. અહીંનો મોટાભાગનો પ્રજા વર્ગ ખેતી પર આધારિત છે. જમીન, મહેનત અને પરિશ્રમથી ગામલોકો જીવન નિર્વાહ કરે છે. તેમ છતાં માત્ર ખેતી સુધી સીમિત ન રહી ગામે સર્વાંગી વિકાસના અનેક કાર્ય કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

ગામના આગેવાન ભરતભાઈ ધડુંક જણાવે છે કે ધજડી ગામમાં વિકાસની દિશામાં એક પછી એક મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્યા છે. ગામની કુલ વસ્તી આશરે 3500 વ્યક્તિઓની છે, જેમાંથી લગભગ 2200 વ્યક્તિઓ ગામમાં જ વસવાટ કરે છે. ગામની જનતા, આગેવાનો, દાતાશ્રીઓ અને સ્થાનિક તંત્રના સંકલનથી ગામે જે પ્રગતિ કરી છે તે બીજા ગામો માટે પ્રેરણાસ્રોત બની શકે તેવું છે. ધજડી ગામની વિશેષતા એ છે કે અહીંના લોકો ધાર્મિક કાર્ય અને સામાજિક એકતા માટે ખૂબ જ આગ્રહી છે. ગામના લગભગ તમામ મંદિરોનું જીણોદ્ધાર કરવામાં આવ્યું છે. માત્ર જાળવણી પૂરતી નહીં, પરંતુ મંદિરોને આધુનિક રૂપમાં નવીન બનાવવામાં આવ્યા છે. આ મંદિરો માત્ર પૂજા-અર્ચનાનું કેન્દ્ર જ નહીં, પરંતુ ગામના સામૂહિક મિલન અને સંસ્કૃતિના પ્રતીક બની ગયા છે. મંદિરોના નિર્માણ અને જીણોદ્ધાર માટે ગામના દાતાશ્રીઓએ દિલખોલીને સહકાર આપ્યો છે, સાથે જ સરકારની સ્થાનિક ગ્રાન્ટોનો પણ યોગ્ય ઉપયોગ થયો છે.

ગામના વિકાસમાં 100 ટકા સ્ટ્રીટલાઈટનું કામ એક મોટું સિદ્ધિરૂપ કાર્ય છે. ગામના દરેક ખૂણામાં રાત્રી સમયે પૂરતો પ્રકાશ ઉપલબ્ધ રહે છે. ખાસ કરીને ગામથી લઈને ખાંભા–સાવરકુંડલા રોડ સુધી સ્ટ્રીટલાઈટ લગાડવામાં આવી છે. આ કારણે મુસાફરોને સહેલાઈ થાય છે અને રાત્રિના સમયે સુરક્ષા અને અકસ્માતની સમસ્યાઓ પણ ઘટી ગઈ છે. ગામનું આ કાર્ય અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે એક નવો ધોરણ ઉભો કરે છે. પરિવહન સુવિધા ગામના વિકાસનું મુખ્ય પરિમાણ છે. ધજડી ગામના દરેક રસ્તાઓને પેવર બ્લોક વડે મજબૂત બનાવવામાં આવ્યા છે. અગાઉ વરસાદી મોસમમાં કાદવ, કચ્છડ અને અવરજવર જેવી સમસ્યાઓ આવતી હતી. પરંતુ હવે પેવર રોડને કારણે ગામમાં સફાઈ જળવાઈ રહે છે અને વાહન વ્યવહાર સરળ બન્યો છે. બાળકો હોય કે વૃદ્ધો, સૌને આરામદાયક અવરજવર ઉપલબ્ધ થઈ છે.

ગામના બાળકો માટે પણ ઉત્તમ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગામની શાળા અને બાલમંદિર બંને પાકા મકાનોમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. બાળકોને શિક્ષણ માટે સુરક્ષિત, સુવિધાસભર અને આરામદાયક વાતાવરણ ઉપલબ્ધ થયું છે. પાકા મકાનોને કારણે શાળામાં વર્ષભર શૈક્ષણિક પ્રવૃત્તિઓ સરળતાથી થઈ શકે છે. શિક્ષણમાં ગામના આગેવાનોનો ખાસ રસ હોવાથી ભવિષ્યના પેઢીને ઉત્તમ માર્ગદર્શન મળી રહ્યું છે. ધજડી ગામની વિકાસયાત્રાનો સૌથી મોટો આધાર સ્તંભ છે ગામલોકોની એકતા અને દાતાશ્રીઓનો સહયોગ. કોઈપણ કામમાં દરેક નાગરિક પોતાનો ફાળો આપવા આગળ આવે છે. આથી જ મંદિરોના નિર્માણથી લઈને રસ્તા, શાળા અને સ્ટ્રીટલાઈટ જેવા મોટા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂરાં થઈ શક્યા છે. ગામલોકોમાં વિકાસ માટેની સકારાત્મક દ્રષ્ટિ અને સહકારભાવ જ ગામને આગળ વધારવા માટે પ્રેરણા પૂરું પાડે છે.

આજે ધજડી ગામ ગોકુળિયું ગામ તરીકે ઓળખાય છે. ખેતીથી જીવન નિર્વાહ કરતા આ ગામના લોકોએ એકબીજાના સહકારથી વિકાસના અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. મંદિરોથી લઈને રસ્તાઓ સુધી અને શાળાોથી લઈને લાઈટોની વ્યવસ્થા સુધી દરેક ક્ષેત્રે ગામ આગળ વધી રહ્યું છે. ભરતભાઈ ધડુંકના શબ્દોમાં, “ગામનો વિકાસ માત્ર ઈંટ-પત્થરનો નહીં પરંતુ ગામની એકતા, સંસ્કૃતિ અને સંસ્કારનો પ્રતિબિંબ છે.” ખરેખર, ધજડી ગામનું મોડેલ અન્ય ગામોને પ્રેરણા પૂરું પાડે એવું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande