જામનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશ માં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા નેત્ર-દંત અને સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ તા. 18-9-25ના સવારે 9 થી 12 શહેર ભાજપ કાર્યાલય, ત્રિશાલી પાંઉભાજીની બાજુમાં, તળાવની પાળના ઢાળીયા પાસે, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે.
જામનગર ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારીના સહયોગ થી આયોજીત આ કેમ્પનું સંકલન વી.વી.ત્રિવેદી ચેરી ટ્રસ્ટ જામનગરના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી કરશે.
મોતીયાના ઓપરેશન માટે દર્દીઓને રાજકોટની રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે. જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા-ટીપાં-ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પમાં ડો. હિરાબેન જોષી તથા દાંતના નિષ્ણાત ડો.રશેશ ઓઝા, ડો.નિરાલી દવે ઓઝા સેવા આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt