મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગર સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ વી.ડી. રાતડાની અખબારી યાદી મુજબ વિસનગર તથા વિજાપુર તાલુકામાં આવતા દિપાવલી તહેવારોને અનુલક્ષીને ફટાકડાના હંગામી સ્ટોલ પરવાના માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. અરજીઓ કચેરી સમય દરમિયાન તા. 25 સપ્ટેમ્બર 2025 સુધી સ્વીકારવામાં આવશે.
પરવાના મેળવવા ઇચ્છુકોએ મામલતદાર કચેરીમાંથી અરજી ફોર્મ નં. એઇ-5 મેળવી, રૂ. 3ની કોર્ટ ફી સ્ટેમ્પ, રૂ. 300ની પ્રોસેસ ફી અને રૂ. 600ની પરવાનગી ફી ‘0070’-OAS બેંકમાં જમા કરાવી બે નકલમાં અરજી રજૂ કરવી પડશે. નગરપાલિકા વિસ્તારો માટે પ્લાન જોડવાની જરૂર નથી.
પરવાનેદારોએ આગથી સુરક્ષા માટે અગ્નિશામકની વ્યવસ્થા જાતે ઊભી કરવી તથા ફાયર NOC રજૂ કરવી ફરજિયાત છે. એક અરજદારને એકથી વધુ પરવાના આપવામાં નહીં આવે. જગ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખીને 50-50 સ્ટોલની મર્યાદામાં પરવાના મંજૂર થશે. વધારે અરજીઓ આવે તો વહેલા તે વહેલાના ધોરણે પરવાના આપવામાં આવશે.
સ્થળો ટાઇટલ ક્લિયર હોવા, સંબંધી સંસ્થાની સંમતિ હોવી તથા વિવાદમુક્ત હોવું આવશ્યક છે. આખરી નિર્ણય સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીના અધિકારમાં રહેશે. અરજદારોને Explosives Rules-2008 તથા Disaster Management Actની જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR