ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ મંડપ લાઈટ ડેકોરેશન એસોસિએશન દ્વારા સ્થાપિત શ્રી સદભાવના સેવા ટ્રસ્ટ વેરાવળ, કે જે સંસ્થા ગીર સોમનાથ નહીં પરંતુ જુનાગઢ જીલ્લો હતો ત્યારે વેરાવળ શહેર તેમજ અનેક તાલુકા વિસ્તારમાં સન 1999 થી રાહત દરે ઇમર્જન્સીમાં ગામડા કે શહેર વિસ્તારના લોકોને રાજકોટ અમદાવાદ મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવતા ત્યારે એમ્બ્યુલન્સની સેવા આપતી આ સંસ્થાના ઉમદા વિચારો અને આરોગ્ય ક્ષેત્રે ઉપયોગી થવાનું સર્વનુંમતે નક્કી કરાતા..*
હાલ ગીર સોમનાથમાં અતિ પાયાની જરૂરિયાત એવી રક્ત સેવા પૂરી પાડતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ના આરોગ્ય ભવન ખાતે કમ્પોનેટ બ્લડ બેન્ક, ફિઝિયોથેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી, પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ફર્સ્ટ એડ એન્ડ ડિઝાસ્ટર ટ્રેનિંગ સેન્ટર, સર્જીકલ સાધન વિનામૂલ્યે વાપરવા આપવા સહિતની સેવાઓ રાહત દરે પૂરી પાડતી સંસ્થાને રૂપિયા 2000000 અંકે રૂપિયા વિસ લાખ પૂરા નું અનુદાન આપવા આજે સદભાવના સેવા ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ કાંતિલાલ આહિયા, ટ્રસ્ટી પૈકી વિનોદચંદ્ર પ્રભુદાસ કાનાબાર, મહેશકુમાર દામજીભાઈ મેર, ભરત ભીખાલાલ કાનાબાર, સ્વ હિંમતગીરી કેવલગીરી ગૌસ્વામી ટ્રસ્ટી મંડળો પૈકી ટ્રસ્ટીઓ ના વિચારો અને સદભાવના સેવા ટ્રસ્ટ વેરાવળ ના મૂળભૂત હેતુ આરોગ્ય ક્ષેત્રે રાહત દરે સેવા આપવી તે સેવા હાલ ખુલ્લા આકાશ જેવડી અને સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ વહીવટ ધરાવતી સંસ્થાને આપણી સંસ્થાનું અનુદાન આપી આપણા વિસ્તારના થેલેસેમીયા પિડિત બાળકોના લાભાર્થે વાપરવાના હેતુથી આપવાનો નિર્ણય કરી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખા ના ચેરમેન એમિરેટ્સ કિરીટ ઉનડકટ, ચેરમેન અતુલ કાનાબાર, વાઈસ ચેરમેન કમલેશ ફોફાંડી, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, સેક્રેટરી ગિરીશ ઠક્કર જોઈન્ટ સેક્રેટરી અનિષ રાચ્છ સહિત મેનેજમેન્ટ કમિટી ના રાજુભાઈ પટેલ વિમલભાઈ ગજ્જરને અનુદાનનો ચેક અર્પણ કરી આરોગ્ય ક્ષેત્રે રાહત દરે સેવા આપતી સંસ્થા ના આપણા વિસ્તારના થેલેસેમીયા પિડિત બાળકોના લાભાર્થે આ અનુદાન અનામત રાખી તેની આવક સહાય તરીકે ઉપયોગ કરવા અર્પણ કરેલ છે.
આ તકે આપેલ અનુદાન નો ચેક સ્વીકારી વેરાવળની સામાજિક સંસ્થાઓ પૈકીઓનું આ બીજું અનુદાન આવેલ હોવાનું ચેરમેન અતુલ કાનાબારે જણાવેલ અત્રે ઉંલખનીય છે કે આ અગાઉ રામભરોસા ગરબી મંડળે પણ ખૂબ મોટું અનુદાન આપી અમોને ગીર સોમનાથમાં રાહત દરે સેવા આપવા હાથ મજબૂત કર્યા છે.
અત્રે ઉલખનીય છે કે આ દાન ઉપરાંત આ સંસ્થાએ rs 500000 અંકે રૂપિયા પાંચ લાખ ટીંબી (ભાવનગર જિલ્લો) મુકામે આરોગ્ય સેવા યજ્ઞ ચલાવાતી સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ ટ્રસ્ટને પણ અર્પણ કરેલ હોવાનું જણાવેલ છે.
સમાજમાં સજ્જનોથી સંસ્થા અને સંસ્થાઓથી સેવા અવરિતપણે આપવા અમો માત્ર નિમિત બનેલ હોવાનું કહી આ તકે સર્વે અનુદાન આપતા દાતાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હોવાનું જોઈન્ટ સેક્રેટરી અનિષ રાચ્છની એક યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ