જૂનાગઢ 17 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ અક્ષર જ્વેલ્સ, જૂનાગઢ, દાવત બેવરીઝીસ પ્રાઇવેટ લી. કંપની, મુ.મોવિયા, તા.ગોંડલ, બોનાન્ઝા સલૂન એલ.એલ.પી. રાજકોટ, કંપની ખાતે સેલ્સ અને એકાઉન્ટ એક્ઝ્યુકેટીવ, એચ.આર./ લિગલ, મર્કેટીંગ/ બેક ઓફિસ, આઇ.ટી.– એક્ઝ્યુકેટીવ, સેફ્ટી ઓફિસર, ફાયરમેન, યુટીલીટી એક્ઝ્યુકેટીવ, ઇલેક્ટ્રીસીયન, બોયલર/ ફિટર/ મશીન – ઓપરેટર, બ્યુટીસીયન, હેર ડ્રેસર, સ્ટોક/ફ્લોર–મેનેજર, કેશીયર, કાઉન્સેલર, વોર્ડન, હાઉસકિપીંગ સ્ટાફની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ એસ.એસ.સી થી સ્નાતક કે અનુસ્નાતક અને આઇ.ટી.આઇ. કે ડિપ્લોમાની (જગ્યાને અનુરૂપ) ટેકનીકલ શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૧૯/૦૯/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવા અબખારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ