જૂનાગઢ જિલ્લામાં કરાર આધારિત હંગામી ધોરણે, ફીઝીયોથેરાપીસ્ટની સેવા પૂરી પાડવા સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ
જુનાગઢ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં કરાર આધારિત હંગામી ધોરણે ફીઝીયોથેરાપીસ્ટની સેવા પૂરી પાડવા સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવામાં આવી છે. સમગ્ર શિક્ષા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટેના તાલુકાના તાલુકા કક્ષાએ રિસોર્સ રૂમ ખાતે માન
જૂનાગઢ જિલ્લામાં કરાર આધારિત હંગામી ધોરણે, ફીઝીયોથેરાપીસ્ટની સેવા પૂરી પાડવા સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ


જુનાગઢ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં કરાર આધારિત હંગામી ધોરણે ફીઝીયોથેરાપીસ્ટની સેવા પૂરી પાડવા સ્વૈચ્છિક સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવામાં આવી છે.

સમગ્ર શિક્ષા જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગ બાળકો માટેના તાલુકાના તાલુકા કક્ષાએ રિસોર્સ રૂમ ખાતે માનદવેતન પર કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ફિઝિયોથેરાપિસ્ટની સુવિધા પૂરી પાડવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં ફિઝિયોથેરાપીસ્ટની જગ્યા માટે માન્ય યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત શૈક્ષણિક લાયકાતમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપીની લાયકાત હોવી જરૂરી છે.

આ ઉપરાંત દિવ્યાંગ બાળકો સાથે કરેલ કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે. સંસ્થા પાસે લાયકાત ધરાવતા ઉમેદવારોના શૈક્ષણિક અને ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ બાયોડેટા અને જરૂરી આધારો જોડવાના રહેશે. સંસ્થાનો છેલ્લા ત્રણ વર્ષનો માન્ય ઓડિટ રિપોર્ટ, સ્વૈચ્છિક સંસ્થાઓ દિવ્યાંગ બાળકો માટે કાર્યરત હોવી જોઈએ, સ્વૈચ્છિક સંસ્થાઓ PWD ACT 2016 માન્ય હોવી જોઈએ. થેરાપી મુલાકાત દીઠ ફિક્સ માનદ વેતનની રકમ આપવામાં આવશે. અન્ય કોઈપણ અલગ વેરા કે ચાર્જ કચેરી દ્વારા ચૂકવવામાં આવશે નહીં. ઉપર મુજબના તમામ જરૂરી આધાર પુરાવા અરજી સાથે જોડવાના રહેશે.

આ અંગે અંતિમ નિર્ણય લેવાનો હક્ક જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટરશ્રી એસએસ જૂનાગઢને અબાધીત રહેશે. નિયત લાયકાત ધરાવતા સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રમાણપત્રોની નકલ સહિત ૭ દિવસમાં આરપીએડી થી જિલ્લા પ્રોજેક્ટ કચેરી, સમગ્ર શિક્ષા, ટીંબાવાડી પ્રાથમિક શાળા, જૂનાગઢ ને અરજી કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. અરજી કવર ઉપર થેરાપીસ્ટ માટે અરજી લખવું. એમ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર સમગ્ર શિક્ષા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande