જામનગર, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ 75 મો જન્મદિવસ છે ત્યારે જામનગરની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માધ્યમથી તેઓને શુભેચ્છાઓ પાઠવી છે. જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલ શાળા નંબર 55 ની બાલવાટિકા થી ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા કાર્ડ બનાવ્યા હતા.
આ શુભેચ્છા કાર્ડ તેઓએ કલેકટર ઓફિસ ખાતે કલેકટર કેતન ઠક્કરને રૂબરૂ મળીને આપ્યા હતા તેમજ વડાપ્રધાનને આ કાર્ડ પહોંચાડવા વિનંતી કરતા કલેક્ટર દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓએ બનાવેલા શુભેચ્છા કાર્ડ દિલ્હી પીએમઓ ઓફિસ ખાતે મોકલાવવામાં આવ્યા છે. શાળાની વિદ્યાર્થીનીઓનો વડાપ્રધાન પ્રત્યેનો પ્રેમ જોઈ તેઓએ બનાવેલા શુભેચ્છા કાર્ડની કલેકટરે પ્રસંશા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt