બાબરા અને લાઠી પોલીસ દ્વારા દારૂનો નાશ – કુલ કિંમત રૂ. 6.44 લાખથી વધુ
અમરેલી,17 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ અમરેલી જિલ્લાના બાબરા તથા લાઠી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ દારૂનો કાયદેસર નાશ કરવામાં આવ્યો. પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર કુલ 1947 બોટલ દારૂ તથા 94 બિયર ટીનનો નાશ કરવામાં આવ્યો છે. આ તમામ દારૂની બજા
બાબરા અને લાઠી પોલીસ દ્વારા દારૂનો નાશ – કુલ કિંમત રૂ. 6.44 લાખથી વધુ


અમરેલી,17 સપ્ટેમ્બર (હિ.સ.)

આજરોજ અમરેલી જિલ્લાના બાબરા તથા લાઠી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ દારૂનો કાયદેસર નાશ કરવામાં આવ્યો. પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર કુલ 1947 બોટલ દારૂ તથા 94 બિયર ટીનનો નાશ કરવામાં આવ્યો છે. આ તમામ દારૂની બજાર કિંમત રૂ. 6,44,421 જેટલી હોવાનું જણાયું છે.

દારૂબંધી કાયદા અંતર્ગત રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ મુજબ, પોલીસે દર વખતે જપ્ત કરાયેલ દારૂનો પુરાવો કોર્ટમાં રજૂ કર્યા બાદ તેનું નાશ કરે છે. આજના કાર્યક્રમમાં પણ કોર્ટના આદેશ પ્રમાણે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ, સ્થાનિક તંત્રના પ્રતિનિધિઓ તથા સાક્ષીઓની હાજરીમાં બોટલ અને ટીન નાશ કરવામાં આવ્યા.

અમરેલી જિલ્લામાં દારૂની હેરાફેરી અને ગેરકાયદે વેચાણને રોકવા પોલીસ તંત્ર સતત કડક પગલાં ભરી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક જગ્યાએ છાપામારી કરીને મોટી સંખ્યામાં દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે સંકળાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

દારૂના નાશની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે ગેરકાયદે દારૂ વેચાણને કોઈ રીતે પ્રોત્સાહન આપવામાં નહીં આવે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂબંધી અમલમાં રહે તે માટે પોલીસ તેમજ જિલ્લા તંત્ર દ્વારા આગામી સમયમાં વધુ સઘન પગલાં લેવામાં આવશે એવી જાણકારી આપવામાં આવી છે.

આજે કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે પણ દારૂબંધી કાયદાની અસરકારક અમલવારી અંગે સકારાત્મક સંદેશો પ્રસર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande