મહેસાણા ખાતે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ, 1552 લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ
મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકા, તાલુકા હેલ્થ કચેરી તથા જિલ્લા પંચાયતના સંયુક્ત આયોજન હેઠળ જી.આઈ.ડી.સી. હોલ ખાતે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અગ્રણી ગિરીશભા
મહેસાણા ખાતે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ: 1552 લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ


મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મહેસાણા મહાનગરપાલિકા, તાલુકા હેલ્થ કચેરી તથા જિલ્લા પંચાયતના સંયુક્ત આયોજન હેઠળ જી.આઈ.ડી.સી. હોલ ખાતે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અગ્રણી ગિરીશભાઈ રાજગોર અને મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં કુલ 1552થી વધુ લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

કેમ્પ દરમ્યાન 816 વ્યક્તિઓનું NCD સ્ક્રિનિંગ, 82 લોકોની કેન્સર તપાસ, 253 સગર્ભા અને ધાત્રી મહિલાઓની તપાસ તથા 300 કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. 19 ટીબી દર્દીઓને નિક્ષય કીટ આપવામાં આવી હતી, જ્યારે 67 જેટલા લાભાર્થીઓના આયુષ્યમાન PMJAY કાર્ડ જનરેટ થયા હતા. ઉપરાંત 25 દાતાઓએ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કર્યું અને 20 ધાત્રી માતાઓને બેબી કીટ આપવામાં આવી હતી.

કેમ્પમાં આયુષ હોસ્પિટલ મહેસાણા, ગાયનેક એસોસિએશન, હરિકૃષ્ણ કેન્સર ફાઉન્ડેશન, એકતા બ્લડ બેંક સહિતના નિષ્ણાત તબીબો અને સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. વિવિધ વિભાગોની વ્યવસ્થા એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવતા લાભાર્થીઓને સુવિધાજનક આરોગ્ય સેવાઓ મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande