મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)મહેસાણા જિલ્લાના સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલે લોકલ ફોર વોકલ ના પ્રણેતા અને દેશના ગૌરવ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે ધાર્મિક પૂજા અર્ચના કરી. ઊંઝા ખાતે જગતજનની માં ઉમિયા માતાજીની પાવડી પૂજા તથા ઉમેશ્વર મહાદેવના અભિષેક દ્વારા તેમણે વડાપ્રધાનના સ્વસ્થ જીવન તથા દેશસેવાના અવિરત યજ્ઞ માટે આશીર્વાદ માગ્યા.
આ પ્રસંગે ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ, ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ, તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સૌએ મળીને વડાપ્રધાન માટે દીર્ઘાયુષ્ય અને દેશના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના અર્પી.
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ માત્ર દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત છે. “વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારત આત્મનિર્ભર બન્યું છે અને વિશ્વમાં નવી ઓળખ મેળવી રહ્યું છે,” એમ તેમણે ઉમેર્યું
.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR