સુરત, 17 સપ્ટેમ્બર (હિ.સ.)-જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે ચોર્યાસી તાલુકાના સુંવાલી બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરી જિલ્લા કક્ષાના ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયા-2025 નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/કર્મચારીઓ, જાગૃત્ત નાગરિકોની સાથે જોડાઈને સાથે બીચ પર પાણીની બોટલો, પેકેટ ફૂડ રેપર, ડિસ્પોઝેબલ ડીશ, ચમચીઓ સહિતનો પ્લાસ્ટિક કચરો દૂર કરી સફાઈનો સંદેશો આપ્યો હતો.
તા.17 સપ્ટે.થી તા.2 ઓક્ટો. સુધી રાજ્યભરમાં ચાલનારા સઘન સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત સુંવાલી બીચની સફાઈ સાથે સુરત જિલ્લામાં પણ આ અભિયાનની શરૂઆત થઈ છે.
આ પ્રસંગે તા.પં.પ્રમુખ તૃપ્તિબેન પટેલ, જિ. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, ગામ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે