ભાવનગર 18 સપ્ટેમ્બર (હિ.સ.)
ભાવનગર યાત્રિયોની સુવિધા, ટ્રેનોની સમયપાબંધીમાં સુધારો તેમજ સુચારૂ સંચાલન સુનિશ્ચિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા 22 સપ્ટેમ્બર, 2025થી ટ્રેન નં. 19206 મહુવા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ તથા ટ્રેન નં. 59229 બોટાદ–ભાવનગર ટર્મિનસ પેસેન્જરનો સમય બદલવામાં આવ્યો છે.
આ બંને ટ્રેનોનો સુધારેલ સમય નીચે મુજબ રહેશે:
1. ટ્રેન નં. 59229 – બોટાદ–ભાવનગર ટર્મિનસ પેસેન્જર
• બોટાદ જં. પરથી પ્રસ્થાન હવે સવારે 06.50 વાગ્યે થશે (જૂનો સમય 07.10 વાગ્યે હતો).
• ભાવનગર ટર્મિનસ પર આગમન હવે સવારે 09.10 વાગ્યે થશે.
• માર્ગના મુખ્ય સ્ટેશનો પર પ્રસ્થાન સમય 10 થી 15 મિનિટ સુધી અગાઉ કરવામાં આવ્યો છે.
2. ટ્રેન નં. 19206 – મહુવા–ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ
• મહુવા જં. પરથી પ્રસ્થાન બપોરે 03.10 વાગ્યે થશે (જૂનો સમય 03.00 વાગ્યે હતો).
• ભાવનગર ટર્મિનસ પર આગમન રાત્રે 07.50 વાગ્યે યથાવત્ રહેશે.
• મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાન સમયમાં જરૂર મુજબ ફેરફાર કરવામાં આવ્યો છે.
યાત્રિયોને વિનંતી છે કે તેઓ મુસાફરી પહેલા પોતાના ગંતવ્ય સ્ટેશનોના સુધારેલ આગમન તથા પ્રસ્થાન સમયની માહિતી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી મેળવી લે.
આ ફેરફાર 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ