ઉના તાલુકાના સીમર બીચ મુકામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉના તાલુકાના સીમર બીચ મુકામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ઉનાના માનનીય ધારાસભ્ય કાળુ રાઠોડ ની સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ
ઉના તાલુકાના સીમર બીચ


ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉના તાલુકાના સીમર બીચ મુકામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ઉનાના માનનીય ધારાસભ્ય કાળુ રાઠોડ ની સાથે વિશાળ સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા, જીલ્લા પંચાયતના સદસ્ય ભાવેશભાઈ ઉપાધ્યાય, બાબુભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ રાઠોડ, દેવશીભાઈ મકવાણા, સરપંચઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande