દેત્રોજના જસપુરા ગામે જિલ્લા અંદરનો, પ્રાકૃતિક ખેતીનો પ્રેરણા પ્રવાસ યોજાયો
ગાંધીનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના જસપુરા ગામે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિક ખેડૂત મંગલભાઈ પટેલ સ
દેત્રોજના જસપુરા ગામે જિલ્લા અંદરનો પ્રાકૃતિક ખેતીનો પ્રેરણા પ્રવાસ યોજાયો


ગાંધીનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના જસપુરા ગામે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ યોજાયો હતો.

આ પ્રસંગે સ્થાનિક ખેડૂત મંગલભાઈ પટેલ સહિતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો અને તેના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર કે. કે. પટેલ, માસ્ટર ટ્રેનર કમ રિસોર્સ પર્સન પ્રિયંકાબહેન, તાલુકા પ્રોજેક્ટ મેનેજર જાનકીબહેન તથા કૃષિ સહાયક કવિતાબહેન ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande