ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં, વાદળ ફાટવાથી સાત લોકો ગુમ, બેને બચાવી લેવામાં આવ્યા
ગોપેશ્વર (ઉત્તરાખંડ),નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે બદ્રીનાથ માર્ગ પર સ્થિત ચમોલી જિલ્લામાં, વાદળ ફાટવાથી નોંધપાત્ર નુકસાન થયું છે. છ ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. બે લોકોને બચાવી લેવામાં
વરસાદ


ગોપેશ્વર (ઉત્તરાખંડ),નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર

(હિ.સ.) ઉત્તરાખંડમાં અલકનંદા નદીના કિનારે બદ્રીનાથ માર્ગ પર સ્થિત ચમોલી

જિલ્લામાં, વાદળ ફાટવાથી નોંધપાત્ર નુકસાન થયું છે. છ ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા

હતા. બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સાત લોકો ગુમ છે. ગુમ થયેલા વ્યક્તિઓની

શોધ ચાલી રહી છે. ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે,” ગુમ થયેલા લોકોને શોધવા માટે શોધ કામગીરી શરૂ કરવામાં

આવી છે.”

જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે,”

બુધવારે રાત્રે જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાથી નોંધપાત્ર નુકસાન

થયું હતું. નંદનગરના એક વોર્ડ કુંતરી લગા ફલીમાં, છ ઘરો, કાટમાળ નીચે દટાઈ ગયા

હતા. સાત લોકો ગુમ છે, જ્યારે બેને

બચાવી લેવામાં આવ્યા છે.” તિવારીએ જણાવ્યું હતું કે,” રાહત અને બચાવ કામગીરી ચાલી

રહી છે.”

ગ્રામજનોનું કહેવું છે કે,”વરસાદ સમાપ્ત થઈ રહ્યો હોવાથી

વિનાશ સર્જાયો હતો. નંદનગરમાં ફાલી કુંતરી, સૈતિ કુંતરી, ભૈંસવાડા અને ધુરમા ઉપરની ટેકરીઓ પર વાદળ ફાટવાથી આ

વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો છે.”

અધિકારીઓનું કહેવું છે કે,” એસડીઆરએફની ટીમ નંદપ્રયાગ

પહોંચી ગઈ છે. એનડીઆરએફના કર્મચારીઓ પણ ગોચરથી નંદપ્રયાગ જવા રવાના થયા છે.” મુખ્ય

તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે,” એક તબીબી ટીમ અને ત્રણ 108 એમ્બ્યુલન્સ

રવાના કરવામાં આવી છે.” ગ્રામજનોના જણાવ્યા મુજબ, “ભારે વરસાદે

પહેલાથી જ વિનાશ મચાવી દીધો છે. મોક્ષ નદીનું પાણીનું સ્તર વધી ગયું છે. વરસાદ

દરમિયાન પાંચ ઘરો નાશ પામ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande