નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) તેજા સજ્જા અને માંચુ મનોજની ફેન્ટસી એક્શન-એડવેન્ચર ફિલ્મ 'મીરાય' રિલીઝ થયાને લગભગ
એક અઠવાડિયું થઈ ગયું છે. 12 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ઓપનિંગ
વીકેન્ડમાં જોરદાર કમાણી કરી હતી, પરંતુ જેમ જેમ કામકાજના દિવસો નજીક આવતા ગયા તેમ તેમ તેના
બોક્સ ઓફિસ કલેક્શનમાં ઘટાડો થવા લાગ્યો. હવે, 'મીરાય' ફિલ્મની છઠ્ઠા દિવસે કમાણીનો ખુલાસો થયો છે.
સૈક્નીલ્કના અહેવાલ મુજબ, 'મીરાય' ફિલ્મે રિલીઝના છઠ્ઠા દિવસે બુધવારે ₹૪.૫૦ કરોડની
કમાણી કરી હતી. આ સાથે, ફિલ્મનું કુલ
બોક્સ ઓફિસ કલેક્શન ₹૬૧.૫૦ કરોડ પર
પહોંચી ગયું છે.
નોંધનીય છે કે ફિલ્મે પહેલા દિવસે ₹૧૩ કરોડનું
ઓપનિંગ કલેક્શન કર્યું હતું. બીજા દિવસે આ આંકડો ₹૧૫ કરોડ પર પહોંચ્યો હતો, જ્યારે ત્રીજા
દિવસે ફિલ્મે ₹૧૬.૬ કરોડની
કમાણી કરી હતી. ચોથા દિવસે કમાણી ₹6.4 કરોડ હતી અને પાંચમા દિવસે 'મીરાઈ' એ ₹6 કરોડની કમાણી
કરી.
જોકે, મીરાય ના જાદુએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં
પણ દર્શકોને મોહિત કર્યા છે. આ ફિલ્મે વિશ્વભરના બોક્સ ઓફિસ પર ₹100 કરોડનો આંકડો
પાર કરીને સનસનાટી મચાવી છે. કાર્તિક ઘટ્ટામણેની દ્વારા દિગ્દર્શિત, આ મેગા
ફેન્ટસી-એક્શન ફિલ્મમાં તેજા સજ્જા, માંચુ મનોજ,રિતિકા નાયક, શ્રિયા સરન, જયરામ, જગપતિ બાબુ, રાજેન્દ્રનાથ
ઝુત્શી, પવન ચોપડા અને તનજા
કેલર મુખ્ય ભૂમિકાઓમાં છે. પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ નિર્મિત, મીરાય એક
યુવાન યોદ્ધાની વાર્તા પર આધારિત છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ