તિહાડ જેલમાંથી અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટની કબરો દૂર કરવા માટે હાઇકોર્ટમાં અરજી
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) તિહાડ જેલમાંથી આતંકવાદી અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટની કબરો દૂર કરવાની માંગ કરતી, દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી વિશ્વ વૈદિક સનાતન સંઘ નામના સંગઠન દ્વારા દાખલ કરવામાં આવી હતી. અર
તિહાડ


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.) તિહાડ જેલમાંથી આતંકવાદી અફઝલ ગુરુ અને

મકબુલ ભટ્ટની કબરો દૂર કરવાની માંગ કરતી, દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં

આવી છે. આ અરજી વિશ્વ વૈદિક સનાતન સંઘ નામના સંગઠન દ્વારા દાખલ કરવામાં આવી હતી.

અરજીમાં તિહાડ જેલમાંથી અફઝલ ગુરુ અને મકબુલ ભટ્ટની કબરો

દૂર કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે,” જેલ પરિસરમાં આ કબરોની

હાજરી અને જાળવણી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.”

અરજીમાં જણાવાયું છે કે,” આ

કબરોની હાજરીએ કથિત રીતે તિહાડ જેલને ઉગ્રવાદીઓ માટે ધાર્મિક તીર્થસ્થાનમાં

પરિવર્તિત કરી દીધી છે.” અરજીમાં જણાવાયું છે કે,” આ દિલ્હી જેલ નિયમોની

જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. દિલ્હી જેલ નિયમો અનુસાર, મૃત્યુદંડની સજા

પામેલા કેદીઓના મૃતદેહોનો નિકાલ એવી રીતે થવો જોઈએ કે, જે આતંકવાદને મહિમા ન આપે

અને જેલમાં શિસ્ત જાળવી રાખે. કેટલાક લોકો તિહાડ જેલમાં આ કટ્ટરપંથી આતંકવાદીઓની

કબરોની પૂજા કરવા માટે ભેગા થાય છે.”

અરજીમાં માંગ કરવામાં આવી છે કે,” આ કબરોને અન્યત્ર

ખસેડવામાં આવે, અને જો કોઈ

કારણોસર તેમને જેલમાંથી દૂર કરવાનું અશક્ય હોય, તો તેમની રાખને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવે. આનો હેતુ ફક્ત

મૃતદેહોને સ્થાનાંતરિત કરવાનો નથી પરંતુ ખાતરી કરવાનો છે કે, આ કબરો આતંકવાદને

મહિમા ન આપે અને જેલ પરિસરનો દુરુપયોગ ન થાય.”

ઉલ્લેખનીય છે કે, અફઝલ ગુરુને ફેબ્રુઆરી 2013 માં 2001 ના સંસદ હુમલાના

કેસમાં ફાંસી આપવામાં આવી હતી, જ્યારે મકબુલ ભટ્ટને ફેબ્રુઆરી 1984 માં ભારત વિરોધી

આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા બદલ ફાંસી આપવામાં આવી હતી. મકબુલ ભટ્ટ જેકેએલએફના

સહ-સ્થાપક હતા.

હિન્દુસ્થાન સમાચાર/અમરેશ દ્વિવેદી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande