જામનગર જિલ્લામાં સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે ૬ તાલુકામાંથી ૯૦ બહેનોની કરાઈ નિયુક્તિ
જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને શંભુ પંચ અખાડાના શ્રી પૂજ્ય આદરણિય બાપુ મુક્તાનંદબાપુની ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મ
ધર્મનો પ્રચાર અને પ્રસાર


જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ અને શંભુ પંચ અખાડાના શ્રી પૂજ્ય આદરણિય બાપુ મુક્તાનંદબાપુની ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ મહિલા સંગઠન સમિતિ ગુજરાત પ્રદેશ ઉષા કપૂરના પ્રમુખ પદે અને ગીતાબેન ચૌહાણના ઉપપ્રમુખ પદે જામનગરમાં તારીખ ૧૪ સપ્ટેમ્બર ર૦રપ ના રવિવારે સુભાષ બ્રિજ નજીક આવેલી સોરઠિયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળની જગ્યામાં નિમણૂક પત્ર એનાયત કરાયા હતાં.

આ કાર્યક્રમમાં સંત સુખાનંદ બાપુ, સંત વિચિતત્રનંદ બાપુ, જામનગરના પંચમુખી હનુમાન મંદિરના મહંત અને શંભુ પંચ અખાડાના લહેશ્વરાનંદજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી વિજયભાઈ વોરા, રાજપૂત સમાજ બહેનો, સંસ્કૃતિ એકેડેમી, બ્રહ્મ સોશિયલ ગ્રુપ, સોરઠિયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ કારોબારી સમિતિ, પંચમુખી હનુમાન મંદિર સહયોગીઓ વિગેરેએ ઉપસ્થિત રહીને પૂ. મુક્તાનંદ બાપુના આશીર્વચન મેળવ્યા હતાં. જામનગર મહિલા સંગઠન સમિતિના પ્રમુખ ચદ્રિકાબેન દુધૈયા, ઉપપ્રમુખ હર્ષિતા મહેતા, મંત્રી દિપાલીબેન ચુડાસમા, મહામંત્રી તેજલબેન વડનગરા, ખજાનચી કિરણબેન રાઠોડ તેમજ ૧૦ કારોબારી સભ્ય બહેનોના નેતૃત્વમાં જામનગર જિલ્લાના છ તાલુકામાંથી ૯૦ જેટલા બહેનોને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતાં, તેઓ સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર, રક્ષા કરશે.

સનાતન ધર્મના તહેવારો સારી રીતે ઉજવશે, સમાજની જરૂરિયાત ઊભી થશે, ત્યારે આરોગ્ય શિક્ષણનું પણ કામ કરશે. નારી સશક્તિકરણનું પણ કામ કરશે. મંદિરોની સ્વચ્છતા રાખશે. સમાજને જરૂરિયાત ઊભી થાય ત્યારે દરેક પ્રકારે મદદ કરશે તેમ સંસ્થાના ઉપપ્રમુખ હર્ષિતા મહેતાએ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande