જામનગરમાં રોંગ સાઈડ આવેલા રેતી ભરેલા ડમ્પરે વેનને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં મહાપ્રભુજી બેઠક પાસે સ્કૂલના બાળકોને લઈ જતી ઇકો વેન અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આઠ બાળકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસ
ઈકો કારનો અકસ્માત


જામનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં મહાપ્રભુજી બેઠક પાસે સ્કૂલના બાળકોને લઈ જતી ઇકો વેન અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આઠ બાળકોને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ તમામ ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર થયો હતો. ગરબા રમાડીને સ્કૂલના બાળકોને ઇકો વેનમાં પરત લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે સામેથી રોંગ સાઇડમાં આવી રહેલા રેતી ભરેલા ડમ્પરે ઇકો વેનને ટક્કર મારી હતી.

અકસ્માતમાં ઇકો વેનમાં સવાર આઠ બાળકોને ઈજા થઈ હતી. તેમાંથી ચાર બાળકોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે બે બાળકોને વધુ ઈજા પહોંચી હતી. સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ ઘટના બાદ રોંગ સાઇડમાં આવેલા ડમ્પરના ચાલક સામે કડક કાર્યવાહી કરવાની લોક માંગણી ઉઠી છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande